બ્રેકઅપ થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીને જાહેરમાં ફટકારી, દુકાનના શટરમાં માથું અથડાવ્યું

બ્રેકઅપ થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીને જાહેરમાં ફટકારી, દુકાનના શટરમાં માથું અથડાવ્યું

વડોદરા: બ્રેકઅપ થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પૂર્વ પ્રેમિકાની જાહેરમાં ફટકારતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જે અનુસાર પીડિત યુવતી મૂળ ભરૂચની અને એન્જિનિયરિંગની સ્ટુડન્ટ છે. બ્રેક થતાં પ્રેમીએ પૂર્વ પ્રેમિકાના ક્લાસ પર જઈને ઝઘડો કર્યો હતો અને જાહેરમાં લાફા મારી દુકાનના શટર પર માથું અફાળ્યું હતું. સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા મકરપુરા પોલીસે યુવક સામે ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદ અનુસાર શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી અને મૂળ ભરૂચની 19 વર્ષની નિલમ (નામ બદલ્યું છે) કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. યુવતીને તરંગ નગીનભાઈ સોલંકી નામના 19 વર્ષના યુવક સાથે દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતો. પરંતુ હવે બ્રેકઅપ થતથાં યુવતીએ તરંગ સાથે વાતચીત કરવાનું બંદ કરી દીધું હતું. તેમ છતાંય તરંગ તેને વાતચીત કરવા અને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો.

આ દરમિયાન બે દિવસ રહેલા યુવતી મકરપુરા પોલીસ સ્ટેશનની બાજુાં આવેલા ટ્યૂશન ક્લાસમાં ગઈ હતી. ત્યાંથી છૂટી ગયા બાદ તે અન્ય છોકરીઓ સાથે અભ્યાસની વાત કરી રહી હતી ત્યારે તરંગ અચાનક આવી ગયો અને તું કેમ છોકરાઓ સાથે વાતચીત કરે છે તેવું કહીને નિલમને અપશબ્દો કહ્યા. યુવતી વિરોધ કરતા તરંદ વધુ ઉશ્કેરાયો અને યુવતીને જાહેરમાં જ ત્રણ ચાર લાફા મારી દીધા હતા. એટલું જ નહીં, ક્લાસની બાજુમાં આવેલી દુકાનના શટર પર જોરજોરથી તેણે યુવતીનું માથું અફાળ્યું હતું.

મકરપુરા પોલીસે યુવકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
યુવતીએ બૂમાબૂમ કરતા તેના અન્ય મિત્રો દોડી આવ્યા હતા અને તરંગથી બચાવી હતી. ત્યારે તરંગે જો તું કોઈ છોકરા સાથે વાત કરીશ તો જાનતી મારી નાખીશ કહીને ત્યાંથી જતો રહ્યો હતો. સમગ્ર મામલે ફરિયાદ થતાં મકરપુરા પોલીસે તરંગને ઝડપી પાડીને તેની સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Source link