World
oi-Manisha Zinzuwadia
Brazil school shootouts: બ્રાઝિલમાં એક વ્યક્તિએ બે શાળાઓમાં અંધાધૂંધ ગોળીબાર કરી દીધો જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. સીએનએનએ બ્રાઝિલના અધિકારીઓને ટાંકીને જણાવ્યુ હતુ કે શુક્રવારે બ્રાઝિલના એસ્પિરિટો સેન્ટોમાં બે શાળાઓમાં બંદૂકધારીએ ગોળીબાર કરતાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને 11 ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્રાઝિલમાં શાળાઓ પર ગોળીબાર કરનાર બંદૂકધારી કથિત રીતે સેમી-ઓટોમેટિક હથિયાર લઈને આવ્યો હતો. આ દરમિયાન તે સીસીટીવીમાં કેદ થયો હતો.
કથિત શૂટરે સૈનિક જેવા કપડાં પહેર્યા હતા અને તેનો ચહેરો ઢંકાયેલો હતો. તેણે લશ્કરી કપડાં પહેરીને, માસ્કથી પોતાનો ચહેરો ઢાંકીને શાળાઓ પર હુમલો કર્યો. જો કે, અધિકારીઓને શંકા છે કે ગોળીબાર કરનારની ઉંમર 16 વર્ષની આસપાસ હશે. સીએનએનના જણાવ્યા મુજબ આ હુમલો અરાક્રુઝ શહેરમાં થયો હતો. એસ્પિરિટો સેન્ટોના ગવર્નર રેનાટો કાસાગ્રાન્ડે ટ્વીટ કરીને હુમલાની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યુ, ‘સુરક્ષા ટીમોએ હુમલાખોરની ધરપકડ કરી છે. તેણે અરાક્રુઝમાં બે શાળાઓ પર હુમલો કર્યો હતો. આ દુઃખદ ઘટના માટે મે ત્રણ દિવસનો સત્તાવાર શોક જાહેર કર્યો છે. આ કેમ થયુ તેની અમે તપાસ કરી રહ્યા છીએ.’ રાજ્યપાલે કહ્યુ, ‘હુમલો પ્રાઈમો બિટ્ટી સ્કૂલ અને પ્રિયા ડે કોક્વિરલ એજ્યુકેશનલ સેન્ટરમાં થયો હતો.’
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ આ ગોળીબારની સખત નિંદા કરી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ ટ્વીટ કર્યુ, ‘શાળામાં થયેલા હુમલા વિશે જાણીને હું દુઃખી છુ. આ દુર્ઘટનામાં પીડિત પરિવારો સાથે મારી સંવેદના છે. રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
English summary
Brazil two school shootings, 3 killed, 11 injured, shooter arrested.
Story first published: Saturday, November 26, 2022, 14:31 [IST]