બ્રહ્મ ભોજમાં અંબાણી ફેમિલીની નાની પુત્રવધૂએ સાધારણ આઉટફિટ પહેરી જાતે પીરસ્યું ભોજન

Anant Ambani- Radhika Merchant Brahm Bhoj: અંબાણી પરિવાર પૂજા પાઠમાં ખૂબ જ ગહન વિશ્વાસ ધરાવે છે, જ્યારે પણ કોઇ શુભ કાર્ય થાય તો ભગવાનના આશીર્વાદ લેવાનું ચૂકતા નથી. આવુ જ કંઇક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની ગુજરાતી બિઝનેસની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે સગાઇ બાદ જોવા મળ્યું.

દેશની સૌથી વેલ્યુએબલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પરિવારે 29 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના શ્રી નાથદ્વારા મંદિરમાં અનંત અને રાધિકાની સગાઇનું ફંક્શન આયોજિત કર્યુ હતું. આ દરમિયાન અંબાણી પરિવાર ટ્રેડિશનલ આઉટફિટ્સમાં તૈયાર થયો હતો, જેની તસવીરો આજે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જો કે, મુકેશ અંબાણીની નાની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનો સિમ્પલ છતાં આકર્ષક લૂક ચર્ચાનો વિષય રહ્યો હતો. આ દરમિયાન રાધિકાએ કોઇ મોંઘાદાટ લહેંગાના બદલે સિમ્પલ શરારા સૂટ પહેર્યો હતો.

(Images: Instagram/ @_ishaambanipiramal)

ગુજરાતી બિઝનેસમેનની દીકરી છે રાધિકા; આ ખાસિયતના કારણે નીતા અંબાણીએ બનાવી પુત્રવધૂ

​પંડિતોને કરાવ્યુ બ્રહ્મ ભોજન

આ વાત એ સમયની છે જ્યારે સગાઇનું ફંક્શન કમ્પલિટ થયા બાદ અંબાણી પરિવારે નાથદ્વારા મંદિરમાં મોજૂદ પંડિતો માટે બ્રહ્મ ભોજનું આયોજન કર્યુ હતું. આ દરમિયાન રાધિકાએ તમામને ભોજન પીરસ્યુ હતું. બ્રહ્મ ભોજ દરમિયાન પણ રાધિકાએ પોતાના માટે મિક્સ્ડ ફેબ્રિકથી બનેલો શરારા સૂટ પહેર્યો હતો. જેમાં અપર થાઇસ સુધીની લંબાઇવાળો કૂર્તો અને પ્રિન્ટ પેટર્ન શરાર મેચ કર્યો હતો. આ સાથે તેણે નેટનો દુપટ્ટો એડ કર્યો હતો.

​નારંગી રંગના કૂર્તા સાથે સફેદ શરારા

રાધિકાએ જે નારંગી રંગનો કૂર્તો પહેર્યો હતો, તેમાં 3/4 સ્લિવ્સની સાથે રાઉન્ડ નેકલાઇન આપવામાં આવી હતી. આ આઉટફિટ પર બૂટી પ્રિન્ટ કરવામાં આવી હતી, જેની હેમલાઇનમાં બૉટમથી મેચ થતી પટ્ટી એડ કરવામાં આવી હતી. આ લૂકમાં કલર કોન્ટ્રાસ્ટ એડ કરવા માટે રાધિકાએ પિંક કલરનો દુપટ્ટા પહેર્યો હતો.

ફ્લોરલ શરારામાં રાધિકા

આ સાથે જ રાધિકાએ ફ્લોરલ શરારા પહેર્યો હતો, જે હેવી ઘેર સાથે હતો. પ્રસંગના હિસાબે રાધિકાએ જે આઉટફિટ સિલેક્ટ કર્યો હતો, તેનું કલર્સ સિલેક્શન ડિસન્ટ હતું.

ટ્વીન્સ સાથે પરત ફરેલી ઇશા અંબાણીએ પહેર્યું સસ્તુ ટોપ; નાની નીતા અંબાણીના આઉટફિટ્સ હતા લાખોના

​મિનિમલ જ્વેલરી

આ આઉટફિટની સાથે રાધિકાએ હેવી મેકઅપ ટાળ્યો હતો અને પોતાના લૂકને નેચરલ ટોનમાં રાખ્યો હતો. આ સિવાય તેણે વાળને હાફ ક્લચમાં બાંધ્યા હતા અને કાનમાં ડાયમંડ ઇયરિંગ્સ, હાથમાં બેન્ગલ્સ સાથે મિનિમલ જ્વેલરી પહેરી હતી.

​સગાઇમાં પિંક શરારા

રાધિકાએ પોતાની સગાઇમાં પિંક કલરનો જડાઉ સૂટ પહેર્યો હતો. જેમાં હેન્ડ એમ્બ્રોયડરી કરવામાં આવી હતી. આ દુપટ્ટાને બાંધણી પ્રિન્ટમાં હેવી ટચ આપવામાં આવ્યો હતો જ્યારે તેના ઉપર ચાંદ કટ સ્ટાઇલમાં બોર્ડર આપવામાં આવી હતી, તેના ઉપર પણ એમ્બ્રોયડરી વર્ક કરવામાં આવ્યું હતું. આ લૂકને તેણે ફ્લોરલ જ્વેલરી સાથે કમ્પલિટ કર્યો હતો.

દિયરના લગ્નમાં ઇશા અંબાણી પર ભારે પડી દેરાણીની સુંદરતા, વેડિંગ આઉટફિટ્સ પર કરો નજર

અનંત અંબાણીની સગાઇ પાર્ટીમાં રણબીરનો હાથ પકડી આવી આલિયા; જ્હાનવી, રણવીરની ધાંસૂ એન્ટ્રી

Source link