બિપાશા બાસુએ દીકરીને આપ્યું સૌથી યૂનિક નામ, કોઇ સેલેબ્સ નહીં વિચારી શકે આ નામનો અર્થ

Bipasha Basu & Karan Singh Daughter Name: લગ્નના ઘણાં વર્ષો બાદ કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુના ઘરે દીકરીનો જન્મ થયો છે. બિપાશાએ બેબી ગર્લને જન્મ આપ્યો છે અને આ ખબરની સાથે જ બિપાશાએ દીકરીના નામની પણ જાહેરાત કરી છે. બિપાશાએ ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર એ માહિતી આપી હતી કે તેણે પોતાની દીકરીને શું નામ આપ્યું છે અને તેની પાછળનું કારણ શું છે.

12 નવેમ્બરના રોજ બિપાશા અને કરણે ફેન્સને એકસાથે બેબી ગર્લના સમાચાર શૅર કર્યા હતા અને એ પણ જણાવ્યું હતું કે, તેઓએ પોતાની દીકરીનું નામ શું રાખ્યું છે. જો તમે પણ તમારી દીકરી માટે કોઇ નામ વિચારી રહ્યા છો તો આ સ્ટાર કપલે આપેલા નામ પરથી ઇન્સ્પિરેશન લઇ શકો છો. આ આર્ટિકલમાં જાણો, બિપાશાની દીકરીનું નામ તેનો અર્થ ઉપરાંત તેની સાથે મળતા આવતા કેટલાંક અન્ય નામ જેને તમે પસંદ કરી શકો છો.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ) (Cover Image: Instagram/@bipashabasu)

​બિપાશઆએ શું નામ રાખ્યું છે?

બિપાશા અને કરણે પોતાની દીકરીને દેવી નામ આપ્યું છે, કપલે જણાવ્યું કે, પોતાની દીકરીનું નામ દેવી બાસુ સિંહ ગ્રોવર રાખ્યું છે. કપલે પોતાની દીકરીને ડિવાઇન અથવા દૈવીય ગણાવી છે અને કહ્યું કે, માતાના આશીર્વાદથી તેઓને આ સુખ મળ્યું છે, તેથી જ દેવીના નામ પરથી જ દીકરીનું નામકરણ કર્યું છે.

કરણ-બિપાશાની પોસ્ટ

​અનિકા અને દેવેશી

જો તમે પણ બિપાશાની માફક દૈવીય નામ પસંદ કરવા ઇચ્છો છો તો અનિકા નામ પસંદ કરી શકો છો. અનિકાનો અર્થ થાય છે દેવી દુર્ગા અને તેની કૃપા, પ્રતિભા અને આ નામ સુંદર ચહેરાનું પ્રતિક છે. જ્યારે દેવેશી નામનો અર્થ થાય છે પ્રમુખ દેવી.

​હિમાની અને કન્યકા

હિમાનીનો અર્થ થાય છે હિમાલયના ગ્લેશિયરોની માફક સુંદર, હિમાલય પુત્રી હોવાના કારણે દેવી પાર્વતીને હિમાની કહેવામાં આવે છે. જ્યારે કન્યકા નામ ખૂબ જ યૂનિક છે અને ઓછું સાંભળવા મળે છે, જે લોકો યૂનિક નામની શોધમાં હોય તેઓ આ નામ પસંદ કરી શકે છે.

​નિત્યા અને રીમા

દીકરીને નિત્યા નામ આપવા ઇચ્છતા હોવ તો તેનો અર્થ પણ જાણી લો. નિત્યા નામનો અર્થ છે શાશ્વત અને સ્થિર છે. જ્યારે રીમા નામ પોતાના શક્તિ અવતારમાં દેવી દુર્ગાનું પ્રતિનિધિત્વ કરી શકે છે, તેનો વધુ એક અર્થ સફેદ મૃગ પણ છે.Source link