બાળકના માનસિક સ્વાસ્થ્યને આ 5 રીતથી બનાવો મજબૂત, આજીવન ડિપ્રેશનની સમસ્યા નહીં સતાવે

World Mental Health Day 2022: વિશ્વમાં માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવવા અને મેન્ટલ હેલ્થના સમર્થનમાં પ્રયાસો હેઠળ આજે 10 ઓક્ટોબરના રોજ વિશ્વમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે (World Mental Health Day)ની ઉજવણી થઇ રહી છે. આજના સમયમાં સ્ટ્રેસ અને ભાગદોડવાળા જીવનમાં માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે. જવાબદારીઓ, કોમ્પિટિશન અને કરિયર બનાવવાની સ્પર્ધામાં લોકો ફિઝિકલ હેલ્થ પર ધ્યાન આપે તો છે પરંતુ મેન્ટલ હેલ્થ પ્રત્યે એટલી દરકાર નથી રાખતા.

સામાન્ય રીતે મેન્ટલ હેલ્થની વાત થઇ રહી હોય ત્યાં વયસ્કો કે મોટી ઉંમરના લોકોનો ઉલ્લેખ કરવાામં આવે છે. જ્યારે હકીકતમાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ એટલી જ જવાબદારી રાખવી મહત્વની હોય છે. જો બાળપણમાં જ માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન ના આપવામાં આવે તો યુવા અવસ્થામાં તણાવ, એન્ઝાયટી અને ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજે મેન્ટલ હેલ્થ ડે પર જાણો કેટલીક એવી ટિપ્સ જેની મદદથી તમારાં બાળકને તમે માનસિક રીતે મજબૂત અને હેલ્ધી બનાવી શકો છો.

(તસવીરોઃ ફ્રિપિક.કોમ)

​એકબીજાં સાથે વાતચીત

બાળકને તેના મન, ભાવનાઓ અને વિચારો અંગે પૂછો. બાળકોને એ પણ સમજાવો કે કોઇ પણ પ્રકારે અલગાવ કે ઉદાસીનો અનુભવ થવો ખૂબ જ સામાન્ય બાબત છે. નાની નાની સમસ્યાઓને મેનેજ કરવાનું શીખવો, જેથી તેને આગળ જતાં મોટી પરેશાની બનતા અટકાવી શકાય. જો બાળકને કોઇ બાબતે ગુસ્સો કે ફ્રસ્ટ્રેશન હોય તે તેને બહાર કાઢવાનો અવસર આપો.

રિલેક્સ થતાં શીખવો

સ્ટ્રેસ થવા પર શરીરના કુદરતી પ્રતિભાવો માટે રિલેક્સ રહેવું જરૂરી છે. ગીતો સાંભળીને કે મનગમતા કોઇ કામથી જેમ કે ડ્રોઇંગ અથવા રમત દ્વારા બાળકના તણાવને હળવો કરી શકાય છે. નિયમિત એક્સરસાઇઝથી તણાવને ઘટાડી શકાય છે.

​પરિવારનો માહોલ

બાળકોને ડર લાગવો નોર્મલ બાબત છે, પરંતુ પેરેન્ટ્સને એ વાતની જાણકારી હોવી જોઇએ કે બાળકના મનમાં ડર ઉભો કેમ થઇ રહ્યો છે. જેથી સમયસર તે ડરના મૂળને દૂર કરવામાં તેની મદદ કરી શકાય. બાળકને પ્રેમ, ધૈર્ય અને સુરક્ષાનો ભાવ દર્શાવો જેથી તમારી આસપાસ તે સહજ રહી શકે.

​હેલ્ધી રિલેશનશિપ

પેરેન્ટ્સ અને બાળકનો સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ પરિવારના અન્ય સભ્યો સાથે પણ તેઓના સંબંધ સરળ હોવા જોઇએ, જેથી આગળ જતાં તેની મેન્ટલ હેલ્થ પર કોઇ ખરાબ અસર ના થાય. જો તમે ન્યૂક્લિયર ફેમિલીમાં રહેતા હોવ તો અન્ય માધ્યમોથી બાળકોને પરિવાર સાથે કનેક્ટ રાખવાની કોશિશ કરો.

​સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવો

જો તમે બાળકના માનસિક સ્વાસ્થ્યને હેલ્ધી રાખવા ઇચ્છો છો તો બાળકને તણાવને કેવી રીતે મેનેજ કરવો જોઇએ તે શીખવવું ખૂબ જ જરૂરી છે. તમે તેઓની પરેશાનીઓ અંગે ચર્ચા કરી શકો છો, તેમની સાથે શક્ય હોય તેટલો સમય પસાર કરી શકો છો. કેટલાંક લેખ અથવા રમત દ્વારા પણ એકબીજાં સાથે સંપર્કમાં વધારો કરો. આ સિવાય તેઓના મિત્રો સાથે પણ એટલાં જ સહજ સંબંધ રાખો. બાળકને અહેસાસ કરાવો કે સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવો જોઇએ.

Source link