બાદશાહના સોન્ગ પર ધોનીએ કર્યો ડાન્સ, પત્ની સાક્ષી અને હાર્દીક પંડ્યા પણ રહ્યા હાજર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઘણો ઓછો પાર્ટીમાં જોવા મળે છે. પરંતુ દોસ્તી નિભાવામાં ક્યારેય પાછી પાની નથી કરતો. ધોની ફરી એક વાર પોટાની દોસ્તીને લઇને ચર્ચામા છે. ધોની શુક્રવાર સાંજે પોતાના દોસ્તના જન્મ દિવસની પાર્ટીમાં સામેલ થયો હતો. આ અવસર પર ધોની સાથે તેની વાઇફ સાક્ષી અને ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પણ હાજર હતા.

ધોની પોતાના એક દોસ્તના જન્મ દિવસમાં સામેલ થવા માટે દબઇ પહોચ્યા હતા. જન્મ દિવસ દરમિયાન ધોનીની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. આ તસવીરમાં ધોની સફેદ રંગની ટીશર્ટ પહેરીને કેક કાપતી વખતે પોતાના દોસ્ત સાથે દેખાઇ છે. ધોની પોતાની દોસ્તી નિભાવા માટે જાણિતો છે. આ પહેલા પણ તે પોતાના દોસ્તો સાથે બર્થડે પાર્ટીના અવસર સાથે નજર આવી ચૂક્યા છે.

ધોનીએ ઘણા શાંત પ્રકારના માણસ છે. તે મોટા ભાગે પાર્ટીથી દુર રહે છે. પરંતુ દુબઇમાં આયોજિત એક વર્થડે પાર્ટી સેલિબ્રેશનમાં ફક્ત હાજર જ ના રહ્યા પણ પંડ્યા સાથે ડાન્સ પણ કર્યો હતો. સિંગર બાદશાહ પણ આ પાર્ટીમાં હાજર હતો. બાદશાહે સોન્ગ “આગ લગા દે બેબી ફાયર” ધોની અને પંડ્યા ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. આ વિડીયોને જોવા માટે તમે સાક્ષીના ઇન્ટાગ્રામ સ્ટોરી ચેક કરી શકો છો.

Source link