ફ્લેટના પઝેશનની બબાલ: ગ્રાહક સુરક્ષા કોર્ટે બિલ્ડરને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી

નાગપુર: બે બિલ્ડરોને એક ગ્રાહકને બે દાયકા સુધી ફ્લેટનું પઝેશન ન આપવું ભારે પડી ગયું. આ બે બિલ્ડરને જિલ્લા કમિશનના આદેશની અવગણના કરનારા બે બિલ્ડર્સને એડિશનલ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. ગ્રાહક કોર્ટના જજો અને સમાજ સેવકો મુજબ આ એક રેર ઓર્ડર છે.

સંજય પાટિલ અને સભ્યો સ્મિતા ચાંદેકર અને અવિનાશ પ્રભુનેએ બંને બિલ્ડરોને 25-25 હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદની સજાનો હુકમ પણ કર્યો છે. ઉપરાંત ફરિયાદી ભાર્ગવ ઈંગલેને રૂ. 20 હજારનું વળતર ચૂકવવા પણ બંને બિલ્ડરોને આદેશ અપાયો છે.

જજોએ તાજેતરમાં આ બિલ્ડરોના જામીન બોન્ડ ફગાવતા કહ્યું કે, ‘ત્રણ વર્ષની કેદ દરમિયાન જવાબદારો અમારા આદેશનું પાલન કરશે તો તેમને મુક્ત કરી શકાય છે, પરંતુ દંડ માફ નહીં થાય. બંને બિલ્ડરો સામે કન્વીસનલ વોરંટની બજવણી થવી જોઈએ.’

અકોર્ડ કન્સ્ટ્રક્શન્સના બિલ્ડરો રમણ સિરોયા ઉર્ફે ખંડેવાલવાલ અને સર્વેશ પ્રસાદે કમિશને 28 ઓક્ટોબર, 2002એ આપેલા આદેશનું પાલન ન કરતા ઈંગલેએ ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. પોતાના આદેશમાં જજોએ ઈંગલેને એક મહિનામાં ફ્લેટનું પઝેશન આપવા તેમજ બુકિંગ વખતે આપેલા રૂપિયા 1.96 લાખનું 1 એપ્રિલ, 1997થી ફ્લેટનું પઝેશન અપાય નહીં ત્યાં સુધીનું વ્યાજ આપવા નિર્દેશ આપ્યો હતો.

ગ્રાહક કોર્ટે અરજદારને થયેલી માનસિક અને શારીરિક હેરાનગતિ માટે રૂ. 25 હજાર અને કેસ ફાઈલિંગ ચાર્જના થયેલા ખર્ચ પેટે રૂ. 1 હજાર આપવા પણ કહ્યું હતું. કોર્ટે રૂ. 1.96 લાખ 18 ટકા વ્યાજ સાથે પાછા આપવાનો વિકલ્પ પણ બિલ્ડરોને આપ્યો હતો.

આ આદેશ સામે આ બિલ્ડરો રાજ્ય ગ્રાહક ફોરમમાં ગયા હતા. જ્યાં તમેની અપીલને 9 જાન્યુઆરી, 2012માં ફગાવી દેવાઈ હતી. તે પછી તેમણે કોઈ અપીલ ફાઈલ કરી ન હતી અને આદેશનું પાલન પણ કર્યું ન હતું, જેથી ઈંગલેએ 5 ડિસેમ્બર, 2015એ ગ્રાહક ફોરમમાં બિલ્ડરો સામે વર્ષ 2002ના આદેશનું પાલન ન કરવાની ફરિયાદ કરી હતી.

ઈંગલેની ફરિયાદ સામે આ બંને બિલ્ડરોએ કહ્યું હતું કે, તેમની પાર્ટનરશિપ વર્ષો પહેલા છૂટી થઈ ગઈ છે અને ફરિયાદીએ બીજા ભાગીદારને રૂપિયા આપ્યા હતા, જેની કોઈ ભાળ મળી નથી.

ગ્રાહક કોર્ટે નોંધ્યું કે, જે ફ્લેટનો વિવાદ છે તે 3 નવેમ્બર, 1995માં બનાવાયો હતો અને 1995 અને 1997માં આગામી ટ્રાન્જેક્શન થયું હતું, તેથી એ સ્પષ્ટ છે કે બંને બિલ્ડરો અકોર્ડ કન્સ્ટ્રક્શન્સમાં ભાગીદાર હતા.

ગ્રાહક કોર્ટે કહ્યું કે, ‘તે દેખાઈ રહ્યું છે કે વર્ષ 2002ના આદેશમાં જિલ્લા કમિશને સ્પષ્ટ જણાવ્યું હતું કે, વિવાદીત ટ્રાન્જેક્શન માટે બધા ભાગીદારો જવાબદાર છે. બિલ્ડરોને સજા અંગે નિવેદન આપવાની તક અપાઈ હતી. બધી પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લેતા, બંનેએ ઓર્ડરનો અમલ ન કરવા અંગે કોઈ માન્ય રાખી શકાય તેવું કારણ જણાવ્યું નથી. આજની તારીખ સુધીમાં અરજીકર્તાને રૂ. 11.27 લાખથી વધુ ચૂકવવાના થાય છે.’

Source link