ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ માક્રોન પર મહિલાનો હુમલો, જાહેરમાં થપ્પડ મારી!

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ માક્રોનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા રાષ્ટ્રપતિ માક્રોનને થપ્પડ મારતી જોવા મળી રહી છે. મળતી વિગતો અનુસાર, આ વીડિયો રવિવારનો છે. અહીં એક મહિલાએરાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ માક્રોનને થપ્પડ મારી હતી. થપ્પડ માર્યા બાદ માક્રોનના સિક્યુરિટી ગાર્ડે મહિલાને જમીન પર પછાડી દીધી હતી.

 

 

મળતી વિગતો અનુસાર, હાલ પોલીસને થપ્પડ મારવા પાછળનું કારણ જાણવા મળ્યુ નથી. જો કે આ પહેલી વખત નથી, આ પહેલા પણ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ માક્રોન પર હુમલા થઈ ચુક્યા છે. આ પહેલા 8 જૂન 2021ના રોજ એક વ્યક્તિએ થપ્પડ મારી હતી.

8 જૂનની ઘટનામાં થપ્પડ મારતી વખતે આરોપીએ વર્ષો જૂના શાહી યુદ્ધના નારા લગાવ્યા અને પોતાને દક્ષિણપંથી દેશભક્ત ગણાવ્યો હતો. ઘટના બાદ કોર્ટે આ વ્યક્તિને ચાર મહિનાની સજા ફટકારી હતી. કોર્ટે ડેમિયન તરેલને ફ્રાન્સમાં ક્યારેય જાહેર હોદ્દો ન આપવા અને પાંચ વર્ષ સુધી હથિયાર રાખવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આરોપીએ કહ્યું કે હુમલો આવેગ પર કરવામાં આવ્યો હતો અને તે પૂર્વ આયોજિત નહોતો.

આ સિવાય સપ્ટેમ્બરના અંતમાં રાષ્ટ્રપતિ માક્રોન પર ઇંડાથી હુમલો કરવામાં આવ્યો. માક્રોન પર હુમલો થયો ત્યારે તેઓ ફ્રેન્ચ ગેસ્ટ્રોનોમીને પ્રોત્સાહન આપવા લિયોનની મુલાકાતે હતા. હુમલો થતાં જ તેના સિક્યોરિટીએ સુરક્ષા ઘેરો બનાવી લીધો હતો. ઘટનાસ્થળ પરના પત્રકારોએ મેક્રોનને કહેતા સાંભળ્યા હતા કે, જો તેને મને કંઈક કહેવું હોય તો તે આવી શકે છે.

Source link