ફ્રન્ટ કટ ટોપમાં સ્ટાઇલિશ પલકની સુંદરતા મમ્મી શ્વેતા તિવારીના આઉટફિટ્સ આગળ પડી ગઇ ફિક્કી

 

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ખૂબ જ નાની ઉંમરમાં લોકપ્રિય થઈ ગઈ છે. તેમની ફેશન સેન્સ બી-ટાઉનની સુંદરીઓને ટક્કર આપતી જોવા મળે છે. 20 વર્ષની આ સુંદરી એવી રીતે તેના કપડાં કેરી કરે છે કે જેમાં તેમાં તેની ફિગર અને સ્ટાઇલ જોવા લાયક હોય છે. એ જ કારણ છે કે આટલી નાની ઉંમરમાં પલકનું સોશિયલ મીડિયા સેક્સી અને ગ્લેમરસ સિલુએટ્સથી ભરેલું છે, જેમાંથી યુવતીઓ પ્રેરણા લઈ શકે છે.

જો કે, જ્યારે આ સુંદરીની મમ્મી અભિનેત્રી શ્વેતા તિવારી તૈયાર થાય છે, ત્યારે લોકો માતા અને પુત્રીની ઉંમરમાં તફાવત કરી શકતા નથી. આ 41 વર્ષીય અભિનેત્રી હોટ કપડા પહેરીને, તો ક્યારેક સિમ્પલ પોશાક પહેરીને તેની ફેશનને ચમકાવે છે. તાજેતરમાં જ કંઈક આવું જોવા મળ્યું, જ્યારે શ્વેતાએ સાદા કપડાં પહેરીને તેની જ દીકરી પલકની લાઇમલાઇટ ચોરી લીધી. (ફોટો ક્રેડિટ્સ – Instagram @palaktiwarii, @shweta.tiwari, indiatimes)

​બ્લેક આઉટફિટ્સમાં પલક તિવારી

સૌથી પહેલા આપણે પલક તિવારીના લુકને જોઇએ, તેણે બ્લેક કલરના આઉટફિટ્સમાં પોતાની હોટ ફોટોઝ શેર કરી છે. આ ફોટોઝમાં હસીના બ્લેક ક્રોપ ટોપ અને મેચિંગ સ્કર્ટ પહરેલી જોવા મળી હતી. પલકે જે ટોપ પહેર્યું હતું, તેમાં ડીપ સ્વીટહાર્ટ નેકલાઇન હતી, તે તેના લુકના બોલ્ડનેસનો વધારો કરી રહી હતી. ત્યારે ટોન્ડ એબ્સ પણ સુંદર રીતે હાઇલાઇટ થતા જોવા મળ્યા હતા, જે તેના લુકને વધારે હોટ બનાવી રહી હતી.

બેક ફ્લોન્ટ કરી

પલકના આ ટોપમાં પાછળની તરફ ડીપ સ્કેવર ડિટેલિંગ આપવામાં આવી હતી, જેમાં તે પોતાની બેક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેની સાથે તેણે મેચિંગ સ્કર્ટ પણ પહેર્યું હતું, જેમાં ની લેન્થ સાથે શિમર ફૈબ્રિક જોડવામાં આવ્યું હતું. આ ફિશ કટ સ્કર્ટમાં સુંદરી પોતાની કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. લુકને કમ્પલીટ કરવા માટે બ્લેક સ્ટ્રેપી હીલ્સ, ન્યૂડ મેકઅપ સાથે વાળને લો પોનીટેલમાં સ્ટાઇલ કર્યું હતું. આ આખા આઉટફિટમાં પોઝ આપતી આ સુંદરી બહુ હોટ લાગી રહી હતી.

​ફ્લોરલ પ્રિન્ટ વાળી મિડી ડ્રેસ

હવે શ્વેતા તિવારીના લુકની વાત કરીએ તો તેમણે ફ્લોરલ પ્રિન્ટેડ મિડી ડ્રેસમાં તેમની ફોટોઝ શેર કરી હતી. હસીનાના આ બ્લેક ડ્રેસ પર મલ્ટીકલર ફ્લોરલ પ્રિન્ટ જોવા મળી હતી. ડ્રેસ પર બનાવેલા વાદળી, સફેદ અને ગુલાબી કલરના નાના નાના ફૂલો ખૂબ જ ક્યૂટ લાગતા હતા. પાતળા સ્ટ્રેપ વાળી આ ડ્રેસમાં, સ્કેવર નેકલાઇન સાથે વેસ્ટ પર ઓરેન્જ કલરની એક બેલ્ટ આપવામાં આવ્યો હતો, જે તેના દેખાવમાં વધારો કરી રહ્યો હતો.

​બેલ્ટએ હાઇલાઇટ કરી કમર

શ્વેતાએ વેસ્ટ પર બેલ્ટ બાંધ્યો હતો, તેમાં તે પોતાની પાતળી કમર ફ્લોન્ટ કરતા જોવા મળી હતી. વેસ્ટની નીચેની બાજુ ડ્રેસ એકદમ ફઝ ફ્રી સ્ટાઇલમાં હતી, જે બહુ આરામદાયક લાગતી હતી. ડ્રેસમાં એટલો ધેર હતો તે તેમાં પ્લીટ્સ પડતી જોવા મળી હતી. આ મિડી ડ્રેસ સાથે અભિનેત્રીએ પેસ્ટલ શેડના પોઇન્ટેડ હીલ્સ પહેર્યા હતા. હાથોમાં ગોલ્ડન બ્રેસલેટ્સ, ગળામાં કાળા મોતીનો હાર અને કાનમાં સ્ટડ્સ પહેર્યા હતા. લાઇટ મેકઅપ સાથે શ્વેતાએ પોતાના વાળમાં બ્રેડ વાળી હેર સ્ટાઇલ કરી હતી, જેમાં નારંગી રંગનું ફૂલ ધ્યાન ખેંચવામા સફળ રહ્યું હતું.

Source link