ફેશન લવર છે નવજોત સિંહ સિદ્ધુની દીકરી રાબિયા, ગ્લેમરમાં બોલિવૂડ એક્ટ્રેસિસને પણ રાખે છે પાછળ

Rabia Sidhu Photoshoots: નવજોત સિંહ સિદ્ધુની દીકરી રાબિયા સિદ્ધુ એવા સ્ટારકિડ્સમાંથી છે જે સામાન્ય લોકોની વચ્ચે ભલે વધારે પોપ્યુલર ના હોય પરંતુ સોશિયલ મીડિયા પર ફેશન જોઇ લાગે છે કે તે બોલિવૂડ એક્ટ્રેસિસને પણ ટક્કર આપવા સક્ષમ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર રાબિયા અવાર-નવાર તેના સ્ટાઇલિશ ફોટો શૅર કરતી રહે છે. તેની શૅર કરેલી તસવીરોથી તે સતત લાઇમલાઇટમાં રહે છે.

રાબિયાની દરેક ફેશન સ્ટાઇલમાં ઉમ્ફ ફેક્ટર, કોન્ફિડન્ટની સાથે સાથે તે ગ્રેસફૂલ પણ હોય છે. તે ઘણીવાર રિવિલિંગ આઉટફિટ્સ પહેરે છે. એટલું જ નહીં, તેના ફોટોગ્રાફ્સ ગણતરીની મિનિટોમાં વાયરલ પણ થઇ જાય છે.

(Images: Instagram/@rabiasidhu)

​પાર્ટી પોઝર રાબિયા સદ્ધુ

રાબિયા ખૂબ સારી રીતે જાણે છે કે, તેના બોડી ટાઇપના હિસાબે તેને કેવી રીતે પોઝ આપવાના છે. બ્લેક કલરના ઓફ શોલ્ડર ડ્રેસને આ તસવીરમાં તેણે જે રીતે સ્ટાઇલ કર્યો છે તેમાં તેની અપર બોડી અને લાંબા પગ સરળતાથી ફ્લૉન્ટ થઇ રહ્યા છે. આ સિવાય તેણે આંખોને સ્મોકી ટચ આપીને ઓવરઓલ લૂકને કિલર બનાવી દીધો છે.

​ફિગર-હગિંગ ડ્રેસમાં લેગ્સ કર્યા ફ્લૉન્ટ

પોતાની બ્યૂટીને ફ્લૉન્ટ કરવા માટે રાબિયા સિદ્ધુએ બેઝ કલરની ફિગર હગિંગ ડ્રેસ પર પસંદગી ઉતારી હતી, જેમાં તેનું ટોન્ડ ફિગર હાઇલાઇટ થઇ રહ્યું છે. ડીપ યુ કટવાળો આ આઉટફિટ રૂચર્ડ પેટર્નમાં હતો, જેની લંબાઇને એન્કલ લેન્થ રાખવામાં આવી હતી. આ અટાયરને નૂડલ્સ સ્ટ્રેપ્સ આપવામાં આવી હતી, જેમાં સાઇડ સ્લિટ ઓવરઓલ સેક્સી બનાવી રહી છે. જ્યારે ફેસ પર મિનિમલ મેકઅપ અને થ્રેડ ઇયરિંગ્સ તેના લૂકને સ્ટાઇલિશ બનાવી રહી છે.

​બ્લેક બ્રાલેટ ટોપ એન્ડ શ્રગ

સેક્સી દેખાતી રાબિયા ઘણી ક્યૂટ પણ છે, તેના ઇન્સ્ટાગ્રામ પર અનેક એવી તસવીરો છે, જેમાં તેણે રિલેક્સ્ડ અને કોમ્ફી આઉટફિટ કપડાંમાં ચિલ કરતા જોઇ શકાય છે. બ્લેક બ્રાલેટ ટોપ એન્ડ શ્રગને તેણે જે પ્રકારે સ્ટાઇલ કર્યુ છે તે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. તેણે આ પ્રિન્ટ પેટર્નવાળા આઉટફિટ સાથે ગોલ્ડન પંપ હિલ્સ પહેરીને લેગ્સ ફ્લૉન્ટ કર્યા છે.

​રાબિયાનો ગ્લેમરસ અંદાજ

આમ તો રાબિયાનું ઇન્સ્ટાગ્રામ ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે, પરંતુ કેટલીક તસવીરો એવી પણ છે જેમાં તેનો ફન્ની અવતાર જોવા મળે છે. આ પિક્ચરમાં નેટ સ્ટોકિંગ પહેરીને તેણે પોતાની કર્વી બોડીને ફ્લોન્ટ કરી હતી.

Source link