ફીફા વિશ્વકમાં ઇસ્લામિક ઉપદેશક જાકીર નાઇકને કતારે આમંત્રણ આપતા ભારત નારાજ

World

oi-Jayeshkumar Bhikhalal

|

Google Oneindia Gujarati News

આ વખતે ફીફા વિશ્વકપ ફોટબોલથી વધારે અન્ય કારણોના લીધે ચર્ચામાં છે. કતારે રવિવારે શરુ થયેલા આ યોજનમાં સામેલ થવા માટે કટ્ટરપંથી ધાર્મિક અને ભારતથી ભાગડુ જાકીર નાઇકને નિમંત્રણ આપ્યુ હતુ. ભારત દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા કતારે તેની સ્પષ્ટતા કરી હતી.

કતારના રાજકીય માધ્યમોથી ભારતને માહિતી આપી હતી કે, ભાગેડુ ઇસ્લામિક ઉપદેશક જાકીર નાઇકને દોહામાં આયોજીત ફીફા વિશ્વકપ દરમિયાન ભાગ લેવા માટે કોઇ અધિકારીક આમંત્રણ આપવામાં નથી આવ્યુ. કતારનું કહેવુ છે કે, અન્ય દેશોએ જાણીજોઇને આ ખોટી માહિતી આપી છે. જેથી કરીને ભારત-કતારના દ્વિપક્ષીય સંબંધોને ખતમ કરી શકાય

ભારતે ફિફા વિશ્વકપ ની ઓપનિગ સેરેમનીમાં જાકીર નાયકની સામેલ થવાની માહિતી મળતા જ તાત્કાલીક કતાર સમક્ષ પોતાના વિરોધ નોંધાવ્યો હતો. મોદી સરકારે કતારને સ્પષ્ટ રપથી કહ્યુ હતુ કે, જાકીર નાઇય વીવીઆઇપી બોક્સમાં ફુટબોલ જોવા માટે આમંત્રીત કરવામાં આવશે તો ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધખડની યાત્રાને રદ્દ કરવા માટે મજબૂર થવું પડશે.

જો કે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનઘડ ઓપનિંગ સેરેમનીમાં સામેલ થયા હતા. અને તેના આગળના દિવસે તે ભારત પરત ફર્યા હતા. સૌથી પહેલા અમેરિકાના વોશિગ્ટન સ્થિત એક સંસ્તા મિડિલ ઇસ્ટ મીડિયા રિસર્ચ ઇંસ્ટીટ્યૂટે પોતાના રિપોર્ટમાં કહ્યુ કે, કતારના દોહામાં જોડાયેલા ઇસ્લામીક ઉફદેશક જાકીર નાઇકને ફીફા વિશ્વકપ ઓપનિંગ સેરેમનીમાં બોલાવામાાં આવ્યો છે. ઉલ્લેખનીય ચે કે, દવાહ એક ઇસ્લામિક પ્રેક્ટિસ છે. જ્યાં ગેર ઇસ્લામિકોને ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

English summary

Qatar claims not to invite fugitive Zakir Naik

Story first published: Thursday, November 24, 2022, 15:45 [IST]

Source link