ફિલ્મ RRRની ટિમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે, જાણો સરદારની ભવ્ય પ્રતિમા જોઈ અભિનેતા રામચરણે શું કહ્યું, જુઓ વિડીયો

Film RRR's Team Raja Mauli Jr.NTR and Ramcharan visit Statue of Unity

આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બહુચર્ચિત RRR ની ટિમ ના ડાયરેક્ટર એસ એસ મૌલિ,ફિલ્મસ્ટાર જુનિયર એન ટી આર અને  રામચરણે મુલાકાત લીધી. ડાયરેક્ટરે જણાવ્યું કે અમારી મુવીના જે કિરદાર છે તે પણ સરદાર પટેલથી પ્રેરિત છે. સરદારની પ્રતિમા જોઈને પ્રભાવિત થયા છે જો કદાચ સરદાર પટેલ પર મુવી બનાવવાનો મોકો મળશે તો બનાવીશ પણ સરદાર પટેલ પર મારે મુવી બનાવવું બહુ મોટી જવાબદારી હશે.

અહીં આવીને અમારી એનર્જી  વધી ગઈ : રામચરણ 
જ્યારે ફિલ્મ ના કલાકાર જુનિયર એન ટી આર એ જણાવ્યું કે સરદાર પટેલ ને જ્યારે જોવા હોઈ ત્યારે માથું ઊંચું કરી ને જ જોવા પડે છે જેથી અમે પણ માથું ઊંચી કરી ને જ જોઈશું કદી પણ માથું નીચું નથી કરવાના. માથું ઊંચું કતી ને જ જીવીશું. અહીં આવીને અમારી એનર્જી  વધી ગઈ છે. અમને ગુજરાતી જમવાનું પસંદ છે. અમદાવાદ અને બરોડામાં ઘણા ગુજરાતી મિત્રો છે. તેમણે કહ્યું કે સરદાર પટેલ માથું ઊંચું કરીને જીવવાનું શીખવાડે છે