ફિફા વર્લ્ડકપમાં મેસ્સીએ જ નહીં દીપિકાએ પણ રચ્યો ઇતિહાસ, ભારતનું ગૌરવ વધારનાર પ્રથમ ભારતીય

Deepika Padukone created History in FIFA 2022 Final: ફિફા વર્લ્ડ કપ 2022નો અંતિમ દિવસ રોમાંચક મેચ સાથે પૂર્ણ થયો. લિયોનેલ મેસ્સીની કેપ્ટનશિપ હેઠળ એકવાર ફરીથી ચેમ્પિયન બનીને પોતાને બેસ્ટ સાબિત કર્યો છે. ચેમ્પિયનશિપનો અંતિમ દિવસ માત્ર વિજેતા ટીમ માટે જ ઐતિહાસિક નહતો, પરંતુ તે ભારત માટે પણ ગર્વનો દિવસ હતો.

તેની પાછળનું કારણ હતું કે પ્રથમ વખત કોઇ ભારતીયને ફીફાની વિનિંગ ટ્રોફીને અન્વેલ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રાઉડ મોમેન્ટને ક્રિએટ કરનાર બીટાઉનની સુપરસ્ટાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હતી, જેણે પોતાની સ્માઇલની સાથે જ પોતાની સ્ટેટમેન્ટ ફેશનથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું.

દીપિકાએ આ ઇવેન્ટ માટે વિશ્વના જાણીતા ફેશન હાઉસ Louis Vuittonના આઉટફિટ્સ પહેર્યા હતા. જેમાં તેણે બ્લેક કલરનું ક્રેપ મેડ મિડી સ્કર્ટ પહેર્યુ હતું, જેને પ્લીટેડ પેટર્નમાં સ્ટીચ કરવામાં આવી હતી. આ સાથે ક્લાસિક વ્હાઇટ પૉપલિન મેડ શર્ટ મેચ કર્યો હતો.

(Images: Instagram/ @louisvuitton, @deepikapadukone)

​Louis Vuitton સાથે દીપિકાનું કનેક્શન

Louis-Vuitton-

ફિફા વર્લ્ડ કપ લૂકને યૂનિક ટચ દીપિકાએ પહેરેલું બ્રાઉન સ્ટેટમેન્ટ જેકેટ આપી રહ્યું હતું, જેની ડિઝાઇન બધાથી અલગ હતી. આ સિવાય તેના 70sની સ્ટાઇલવાળા બ્લેક બૂટ્સ લ્યૂઇ વીટૉન ફૉલ-વિન્ટર 2022 કલેક્શનમાંથી પિક કરવામાં આવ્યા હતા. દીપિકાને ટ્રોફી અન્વેલ કરવાની પસંદગી પાછળ પણ એક ખાસ કારણ છે. આ એક્ટ્રેસને હાલમાં જ લ્યૂઇ વીટૉનએ હાઉસ એમ્બેસેડર જાહેર કરી છે. આ ટાઇટલ મેળવનાર દીપિકા પ્રથમ ઇન્ડિયન સેલિબ્રિટી છે. 167 વર્ષના આ લેબલના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ ભારતીયને એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી છે.

લક્ઝરી બ્રાન્ડની પ્રથમ ભારતીય એમ્બેસેડર છે દીપિકા પાદુકોણ

​દીપિકા માટે કસ્ટમ ક્લોથ્સ

આ અગાઉ પણ દીપિકા પાદુકોણ માટે આ લક્ઝરી લેબલે કસ્ટમ ક્લોથ્સ તૈયાર કર્યા છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ એક્ટ્રેસ ફેશન હાઉસની એકથી એક ચઢીયાતા સ્ટેટમેન્ટ ડ્રેસિસમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં દીપિકાએ તેના સ્ટનિંગ લૂક્સથી ઇન્ટરનેટ પર જાણે આગ લગાવી દીધી હતી.

​કમાણીમાં CEOએ છોડ્યા બધાને પાછળ

-CEO-

LV ફેશન લેબલ પેરન્ટ કંપની LVMH હેઠળ આવે છે, તેના કો-ફાઉન્ડર, ચેરમેન અને સીઇઓ બર્નાર્ડ અરનૉલ્ટ છે, જેઓએ હાલમાં જ ટેસ્લાના સીઇઓ એલન મસ્કને પણ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિના ટોચના લિસ્ટમાં પાછળ છોડી દીધા છે. ફોર્બ્સ અનુસાર, અરનૉલ્ટની સંપત્તિ 188.6 બિલિયન ડોલર્સ છે. આ લિસ્ટમાં ભારતની વાત કરવામાં આવે તો તેમાં ગૌતમ અદાનીનું નામ ટોપ પર છે. તેઓની નેટવર્થ 131.7 બિલિયન ડોલર્સ છે અને મુકેશ અંબાણીની નેટવર્થ 90.4 બિલિયન ડોલર્સ છે.

(Image: Instagram/ @antoinearnault)Source link