ફિટ રહેવા માટે એક્ટર Ranveer Singh બ્રેકફાસ્ટમાં શું ખાવાનું પસંદ કરે છે?

 

બોલિવૂડ સેલેબ્સ પોતાના અતિવ્યસ્ત શેડ્યુલ દરમિયાન પણ જમવા (diet plan) પર ખાસ ધ્યાન રાખે છે કે જેથી તેમનું શરીર તંદુરસ્તરીતે જળવાઈ રહે. તેઓ શિસ્તબદ્ધ જીવન જીવવાનું પસંદ કરે છે. રણવીર સિંહ (Ranveer Singh)ને ડાયટમાં ભીંડા, ઈંડા અને સ્વીટ પોટેટો પસંદ છે. તે નોનવેજમાં ફિશ ખાવાની પસંદ કરે છે. તે સવારે નાસ્તામાં ઈંડાનો સફેદ ભાગ, તાજા ફળ અને શાકભાજી ખાય છે. આ સિવાય બદામ-અખરોટ અને પ્રોટીન શેક પીવે છે. લંચ અને ડિનરમાં માછલી અથવા ચિકન, ફિશ ખાવાનું પસંદ કરે છે.

q3

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પૌષ્ટિક બ્રેકફાસ્ટ કરવાનું પસંદ કરે છે. એક સ્ટોરી પોસ્ટ અનુસાર, રણવીર સિંહ દિવસની શરૂઆત 130 ગ્રામ ઑટ્સથી કરે છે. જેમાં 15 ગ્રામ નટ્સ અને 5 ગ્રામ ચૉકલેટ હોય છે. ત્યારબાદ રણવીર સિંહને પ્રો બાયોટિક ડ્રિંક પીવું પસંદ છે. જેથી બૉડીને જરૂરી એનર્જી મળી શકે અને મસલ્સ બનાવવામાં સરળતા રહે. તે મસાલેદાર જમવાનું ટાળે છે અને તેનું માનવું છે કે સારી ફિટનેસ મેળવવા માટે સૌથી પહેલા પોતાની બૉડીની ઈજ્જત કરવી જરૂરી છે.

દીપિકા પાદુકોણનું ડાયટ

દીપિકા પાદુકોણ સવારે ઉઠીને સૌપ્રથમ 1 ગ્લાસ નવશેકું પાણી પીવે છે અને પછી નાસ્તામાં દૂધ, ઉપમા, ઈંડાનો સફેદ ભાગ, રવા ઢોસા અથવા ઈડલી ખાય છે. જ્યારે લંચમાં રોટલી, શાકભાજી અને ગ્રિલ્ડ ફિશ ખાવાનું પસંદ કરે છે. સાંજના નાસ્તામાં ફિલ્ટર કૉફી સાથે ડ્રાય ફ્રુટ્સ ખાય છે અને ડિનરમાં રોટલી, તાજો ગ્રીન સલાડ, સિઝનલ ફ્રુટ, નારિયેળનું પાણી અને ફળોનો તાજો જ્યુસ પીવે છે. ડેઝર્ટમાં ડાર્ક ચોકલેટ ખાવાનું પસંદ કરે છે.

દરમહિને ડાયટ પ્લાન પર 90,000 ખર્ચે છે દીપવીર

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો ડાયટ પ્લાન તેમની પોષણ સંબંધિત જરૂરિયાત, મેડિકલ હિસ્ટ્રી, ફિટનેસ ગોલ અને સૌથી મહત્વપૂર્ણ એવા સ્વાદના આધારે તૈયાર કરવામાં આવે છે. સૂત્રો મુજબ, આ કપલના ડાયટ પ્લાનનો ખર્ચો પ્રતિમહિને રૂપિયા 1 લાખની આસપાસ છે! તેમણે પર્સનલ ઓપ્ટિમાઈઝ્ડ ડાયટ સપ્લાય (PODS) નામની એક ફૂડ સપ્લાય એજન્સીને કામ પર રાખી છે જે આ કપલના 4 કોર્સ મીલ માટે 90,000 રૂપિયા પ્રતિમહિને ચાર્જ કરે છે. એવું પણ જાણવા મળ્યું છે કે રણવીર-દીપિકા પોતાના વ્યસ્ત શેડ્યુલમાં ઘણીવખત બહાર જતા હોવાથી પોતાનો એક ખાસ પ્રાઈવેટ શેફ (રસોઈયો) રાખ્યો છે જે તેમના ડાયટ પ્લાન મુજબ ફૂડ બનાવી આપે છે. જેના માટે તેઓ પોતાના ડાયટ પ્લાન સિવાય દરરોજના 12000 રૂપિયા અલગથી ખર્ચ કરે છે.

Source link