ફળ ખાવાથી નાની ઉંમરે જ લાગશો 60ના; સ્કિન અને વાળની જાળવણી માટે છોડો આ 5 આદતો

Dietician’s Tips on Aging: યુવાનીમાં ફિટનેસ અને હેલ્થ એકદમ પરફેક્ટ રહે છે. ઉંમર વધવાની સાથે જ સ્વાસ્થ્યમાં કોઇને કોઇ પરેશાની આવવા લાગે છે અને નાની-મોટી બીમારીઓ પરેશાની ઉભી કરે છે.

દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે, તેનું જીવન સ્વસ્થ અને યુવાન રહે પરંતુ કેટલીક ખરાબ આદતો તમને નાની ઉંમરેથી જ વૃદ્ધ દેખાડી શકે છે. ડાયટિશિયન મનપ્રીતે (Dietitian Manpreet) કેટલીક ખરાબ આદતોથી અંતર જાળવવાની સલાહ આપી છે.

ફેટ્સ તદ્દન નહીં ખાવાથી, વધારે માત્રામાં ફળોનું સેવન પણ અનહેલ્ધી ગણાય છે. આવી આદતો જ ઝડપથી એજિંગની નિશાનીઓ લાવવાનું કામ કરે છે. આ ભૂલોના કારણે ચહેરા પર કરચલીઓ, પિગ્મેન્ટેશન, ટાલ પડવી જેવી સમસ્યાઓ તો થાય જ છે, સાથે જ શરીરને ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓનું ઘર પણ બનાવે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

એક્સપર્ટ પાસેથી જાણો એજિંગ પ્રોસેસ માટે જરૂરી ટિપ્સ

​ફેટ્સથી દૂર રહેવું

દરેક પ્રકારના ફેટ્સ હાનિકારક નથી હોતા. ખાસ કરીને ચહેરા અને વાળની સુંદરતાને જાળવી રાખવા માટે હેલ્ધી ફેટ્સ જરૂરી હોય છે. તે ચહેરાને યુવાન બનાવી રાખવા અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એવાકાડો, નટ્સ જેવા ફ્રૂટ્સ હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે.

​અઢી કલાકથી વધારે સમય બેસી રહેવું

જો તમે કલાકો સુધી એક જ સ્થળે બેસી રહો છો તો તમારું મેટાબોલિઝ્મ ધીમું પડી જાય છે. મેટાબોલિઝ્મએવા એન્ઝાઇમનું ઉત્પાદન કરે છે જે શરીરની ચરબીને ઉર્જામાં બદલવાનું કામ કરે છે. આ ખરાબ આદતો તમને મેદસ્વિતા, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દી બનાવી શકે છે.

​સનસ્ક્રિન અપ્લાય ના કરવું

સ્કિન એક્સપર્ટ દરેક સિઝનમાં સનસ્ક્રિન લગાવવાની સલાહ આપે છે, કારણ કે ગરમીની માફક ચોમાસા અને શિયાળામાં પણ સૂર્યના હાનિકારક યૂવી રેઝ આવે છે, જે ત્વચાના પડને નુકસાન પહોંચાડીને કરચલીઓ, પિગ્મેન્ટેશન અને સન ડેમેજનું કારણ બને છે.

​વધારે માત્રામાં ફળ ખાવા

સીમિત માત્રામાં ફળોનું સેવન ફાયદાકારક હોય છે. વધારે ફ્રૂટ્સ ખાવાથી તેમાં ફ્રૂક્ટોઝ નામની નેચરલ શુગર હોય છે જે શરીરમાં બ્લડશુગર લેવલને અચાનક જ વધારી શકે છે. આ સાથે જ એસિડિટી, પેટ ફૂલવાની સમસ્યાઓ પણ ઉભી થઇ શકે છે.

​મોડી રાત્રે ભોજન

સૂતી વખતે મેટાબોલિઝ્મ અત્યંત ધીમુ થઇ જાય છે, તેથી મોડી રાત્રે લીધેલું ભોજન યોગ્ય રીતે પચતું નથી. જેના કારણે ચરબી વધવી, અપચો, છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

એક્સપર્ટે જણાવ્યા 7 Anti-Ageing Foods, જે કરચલીઓ રાખશે દૂર અને સ્કિન કરશે ગ્લોSource link