ફરી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે ધોની, મળી શકે છે આ મોટી જવાબદારી!

Sports

oi-Balkrishna Hadiyal

|

Google Oneindia Gujarati News

ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની ખરાબ હાર બાદ હવે ટીમ અને ટીમ મેનેજમેન્ટમાં મોટા ફેરફારની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે ભારતીય ટીમમાં મોટા ફેરફાર જરૂરી છે ત્યારે હવે ફરી એક વખત તમામની નજર મહેન્દ્રસિંહ ધોની તરફ મંડાઈ છે.

રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ એવા માણસને લાવવા વિચારી રહી છે જેને ભારતને ક્રિકેટની ત્રણેય ICC ટ્રોફી જીતાડી છે. રિપોર્ટ અનુસાર, BCCI ભારતીય ક્રિકેટ સેટઅપમાં મહેન્દ્ર સિંહ ધોનીને મોટી ભૂમિકા આપવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI ઈચ્છે છે કે મહેન્દ્ર સિંહ ધોની હવે ભારતીય ક્રિકેટ સાથે કાયમી કામ કરે.

અહીં તમને જણાવી દઈએ કે આ પહેલા ધોનીને T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં મેન્ટર તરીકે અસ્થાયી નિયુક્તી અપાઈ હતી. જો કે તે બિલકુલ અસરકારક સાબિત થયો ન હતો. અહીં ધોની ન તો ખેલાડીઓ સાથે વધુ વાત કરતો જોવા મળ્યો હતો અને ન તો તેના કામ પર કોઈ અસર જોવા મળી હતી. તેના માટે આટલા ઓછા સમયમાં ભારતીય ટીમમાં ક્રાંતિકારી ફેરફાર કરવા શક્ય નહોતા.

મળતી વિગતો અનુસાર, હવે બોર્ડ ઈચ્છે છે કે ધોની લાંબો સમય ટીમ સાથે રહે અને આઈસીસી ટૂર્નામેન્ટમાં સતત મળતી નિષ્ફળતા ઘટાડવામાં મદદ કરે. આવતા વર્ષે ઑક્ટોબરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ પર બીસીસીઆઈની નજર છે અને ભારત યજમાન દેશ હોવાના કારણે વર્લ્ડ કપ ટ્રોફી લાવવા માટે આતુર હશે.

રિપોર્ટ અનુસાર, BCCIએ સ્વીકાર્યું છે કે રાહુલ દ્રવિડ માટે ત્રણેય ફોર્મેટમાં કામ જોવાનું સરળ કામ નથી. એટલા માટે BCCI કોચિંગની ભૂમિકાને વિભાજિત કરવા માંગે છે. હવે બીસીસીઆઈ ધોનીને અજમાવવા માંગે છે. આ મહિનાના અંતમાં યોજાનારી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે.

અહેવાલો અનુસાર, મહેન્દ્ર સિંહ ધોની આવતી IPL રમીને ત્યાંથી નિવૃત્તિ લેશે. આ સ્થિતિમાં BCCI તેના અનુભવ અને તકનીકી કુશળતાનો ઉપયોગ કરવા માંગે છે. બે વખતના વર્લ્ડ કપ વિજેતા મહેન્દ્ર સિંહ ધોનીને ખેલાડીઓ સાથે કામ કરવા માટે કહેવામાં આવી શકે છે.

English summary

Dhoni can join Team India again, can get this big responsibility!

Story first published: Tuesday, November 15, 2022, 22:25 [IST]

Source link