પ્રેમીને પામવા પરિણિતાએ પતિને છૂટાછેડા આપ્યા, યુવકે ભોગવીને તરછોડી દીધી!

 

પરિણિતાએ કરેલી પોલીસ ફરિયાદ મુજબ, તેના લગ્ન 8 વર્ષ પહેલાં ગેરતપુરમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ પરિણિતાને તેના જ વિસ્તારમાં રહેતા મુકેશ ભરવાડ નામના યુવક સાથે આંખો મળી ગઈ હતી. એ પછી બંને અલગ અલગ જગ્યાએ મળતા હતા. જો કે, મુકેશ ભરવાડ પણ પરિણિત છે. બંનેને એક એક સંતાન પણ છે. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. એક દિવસે મુકેશ ભરવાડે તેની પ્રેમિકાને લગ્નની લાલચ આપીને પતિ પાસેથી છૂટાછેડા લેવા કહ્યું.

 

લગ્નના થોડા દિવસ બાદ પરિણિતાને તેના જ વિસ્તારમાં રહેતા મુકેશ ભરવાડ નામના યુવક સાથે આંખો મળી ગઈ હતી. એ પછી બંને અલગ અલગ જગ્યાએ મળતા હતા. જો કે, મુકેશ ભરવાડ પણ પરિણિત છે. બંનેને એક એક સંતાન પણ છે.

હાઈલાઈટ્સ:

  • પ્રેમાંધ પરિણિતાએ પ્રેમીની વાત માનીને પતિને છૂટાછેડા આપ્યા
  • પ્રેમી વર્ષો સુધી પરિણિતાને હવસનો શિકાર બનાવતો રહ્યો
  • આખરે પ્રેમીએ પરિણિતાને ભોગવીને તરછોડી મૂકી હતી
અમદાવાદઃ શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી દુષ્કર્મ (Ahmedabad rape)ની ફરિયાદ સામે આવી છે. એક પરિણિતાએ પોતાના જ પ્રેમી વિરુદ્ધ આ બળાત્કારની (Boyfriend raped) ફરિયાદ નોંધાવી છે. પ્રેમીએ લગ્નની લાલચ આપીને પરિણિતાને તેના પતિ પાસેથી છૂટાછેડા લેવડાવ્યા હતા. એ પછી બંને વર્ષો સુધી પ્રેમ સંબંધમાં રહ્યા હતા. આ દરમિયાન પ્રેમીએ અનેક વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરિણિત પ્રેમીએ પણ પરિણિતાને વચન આપ્યું હતુ કે તે તેની પત્નીને છૂટાછેડા આપી દેશે અને તેને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો. આખરે પ્રેમીએ પ્રેમિકાને તરછોડી દીધી હતી. જે બાદ પરિણિતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં (Ahmedabad news) તેના જ પ્રેમી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

પરિણિતાએ કરેલી પોલીસ ફરિયાદ મુજબ, તેના લગ્ન 8 વર્ષ પહેલાં ગેરતપુરમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ પરિણિતાને તેના જ વિસ્તારમાં રહેતા મુકેશ ભરવાડ નામના યુવક સાથે આંખો મળી ગઈ હતી. એ પછી બંને અલગ અલગ જગ્યાએ મળતા હતા. જો કે, મુકેશ ભરવાડ પણ પરિણિત છે. બંનેને એક એક સંતાન પણ છે. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. એક દિવસે મુકેશ ભરવાડે તેની પ્રેમિકાને લગ્નની લાલચ આપીને પતિ પાસેથી છૂટાછેડા લેવા કહ્યું. પરિણિતા પણ પ્રેમી મુકેશ ભરવાડની વાતોમાં આવી ગઈ અને વિચાર્યુ નહીં કે આગળ શું થશે. પ્રેમીના કહેવા મુજબ પરિણિતાએ પોતાના પતિને છૂટાછેડા આપી દીધા.પ્રેમમાં પડ્યા બાદ અત્યાર સુધીમાં અનેક વાર મુકેશ ભરવાડે પરિણિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મુકેશ ભરવાડે પરિણિતાને વાયદો આપ્યો હતો કે તેની પત્નીને છૂટાછેડા આપી દેશે અને તેને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો. અંતે મુકેશ ભરવાડ તેના વાયદા પરથી ફરી ગયો હતો અને તેને તરછોડી દીધી હતી. જે બાદ પરિણિતાની પણ આંખો ખુલી ગઈ હતી. આખરે પરિણિતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મુકેશ ભરવાડ વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ ગુનો નોંધીને આરોપી મુકેશ ભરવાડને ઝડપી પાડ્યો હતો. હાલ ગોમતીપુર પોલીસે મુકેશ ભરવાડની પૂછપરછ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Source link