પ્રેમલગ્ન કરીને પતિ અમેરિકા ભાગી ગયો, છૂટાછેડા માગતા પત્નીએ કરી પોલીસ ફરિયાદ!

 

સુરતઃ વાપીમાં રહેતી અને આર્કિટેક્ટ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ યુવક ચોરીછૂપે અમેરિકા ભાગી ગયો હતો. અમેરિકા ભાગી ગયા બાદ યુવકે ઓનલાઈન છૂટાછેડાની માંગણી કરતા યુતી પડી ભાંગી હતી. આખરે કંટાળીને યુવતીએ પોતાના પરિ વિરુદ્ધ બળાત્કાર (Surat rape) અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં યુવતીએ પોતાના પુત્રને અમેરિકા ભગાડી દેનારા માતા-પિતા વિરૂદ્ધ પણ ફરિયાદ (Surat news) નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૂળ વાપીની 24 વર્ષીય યુવતી અડાજણ વિસ્તારમાં પીજી તરીકે રહીને આર્કિટેક્ટનો અભ્યાસ કરતી હતી. ડિસેમ્બર 2015માં સિટીલાઈટ ડીઆરબી કોલેજના ગ્રાઉન્ડ ખાતે સમાજની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે યુવતી ભટાર આશીર્વાદ પેલેસમાં રહેતા કરણ મિતેષ શાહ સાથે સંપર્કમાં આવી હતી. એ પછી બંને પ્રેમમાં પડ્યા હતા. બંને એકબીજાના એટલા ગળાડૂબ પ્રેમમાં હતા કે ભટારના આર્યસમાજમાં પ્રેમલગ્ન કર્યા હતા.

પ્રેમલગ્ન કર્યા પછી બંનેએ ડિસેમ્બર 2021માં ભટાર વિશ્વનાથ મહાદેવ મંદિરમાં હિન્દુ વિધીથી લગ્ન કર્યા હતા. બાદમાં બંને જણા ભાગીને અમદાવાદ આવી ગયા હતા. સમાજમાં ઈજ્જતના ધજાગરા ન થાય એટલે યુવકના પરિવારે સમાજની સમજાવટથી બંનેને પોતાના ઘરે બોલાવ્યા હતા. યુવકે એક જ દિવસ પોતાના ઘરે રાખી હતી અને પછી અડાજણ ખાતે રહેતા તેના નાનાના ઘરે મુકી આવ્યો હતો. થોડા દિવસ પછી તે તેને પરત લઈ જશે એવું કહીને યુવક ત્યાંથી ચાલ્યો ગયો હતો. જો કે, બીજા જ દિવસે કરણનો ફોન બંધ થઈ ગયો હતો.

આ ઘટનાના વીસેક દિવસ પછી કરણે યુવતીને ફોન કરીને જણાવ્યું હતું કે તે પોતે અમેરિકા પહોંચ્યો છે અને હવે તેની સાથે રહેવા માગતો નથી. આમ કહીને કરણે યુવતીને ઓનલાઈન છૂટાછેડા માટે દબાણ કર્યુ હતુ. આખરે કંટાળીને યુવતી અડાજણ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોતાના પતિ વિરૂદ્ધ બળાત્કાર, છેતરપિંડી અને સ્ત્રી ઉત્પીડનનો ગુનો નોંધાવ્યો હતો. એટલું જ નહીં પોતાના પુત્રને અમેરિકા ભગાડવામાં મદદ કરનારા તેના સસરા મિતેષ શાહ અને સાસુ ફાલ્ગુની શાહ વિરૂદ્ધ પણ તેણે ફરિયાદ નોંધાવી હતી.

અમેરિકા ગયેલા પુત્રની પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી

યુવતીનો આક્ષેપ છે કે, લગ્ન પહેલાં કરણે તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને વિડીયો પણ ઉતાર્યો હતો. એ પછી તે વારંવાર તેને બ્લેકમેલ કરીને શરીર બાંધતો હતો. જે બાદ યુવતીને ગર્ભ રહી ગયો હતો. એટલે કરણે તેનો ગર્ભપાત કરાવ્યો હતો. પ્રેમલગ્ન કર્યા પછી કરણ અમેરિકા ભાગી ગયો હતો. જે બાદ તેના માતા-પિતાએ કરણ ગુમ થયો હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જો કે, આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Source link