પેરેન્ટિંગની આ સૌથી સરળ ટિપ્સ પેરેન્ટસ અને બાળકો વચ્ચે આજીવન જાળવી રાખશે પ્રેમ, ક્યારેય નહીં તૂટે બોન્ડ

Children’s Day PArenting Special: ભારતમાં દિવાળી, હોળી જેવા મહત્વપૂર્ણ તહેવારોની માફક 14 નવેમ્બર એટલે કે બાળ-દિવસની પણ ઉજવણી એટલી જ ધામધૂમથી કરવામાં આવે છે. તમામ સ્કૂલોમાં આજે બાળ દિવસને લગતી અલગ અલગ એક્ટિવિટીઝ કરવામાં આવે છે, આ દિવસે બાળકો માટે ખાસ તૈયારીઓ કરવામાં આવે છે.

બાળ દિવસ (Children’s Day 2022) ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસ એટલે કે, 14 નવેમ્બરના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસ નિમિત્તે જાણો, પેરેન્ટિંગની ખાસ ટિપ્સ જેને અજમાવવાથી તમારાં અને તમારાં બાળકોની વચ્ચેનો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય અને લોકો તમારાં બોન્ડિંગના વખાણ કરતા નહીં થાકે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​સવારે વ્હાલ કરો

સવારની શરૂઆત પ્રેમ અને પોઝિટિવિટી સાથે થવી જોઇએ. તમારું બાળક ટોડલર એજમાં હોય કે મોટું થઇ ગયું, તેને ગળે લગાવવાથી તમારી હૂંફનો તેને અનુભવ કરાવો. તમારાં પ્રેમ અને દરકારથી તેના આત્મવિશ્વાસમાં વધારો થશે અને મુશ્કેલ સમયમાંથી પસાર થવામાં પણ મદદ મળશે.

​બાળકોની સાથે રમત

તમારાં બાળકની ઉંમર ભલે ગમે તેટલી હોય, તેની સાથે ફન ગેમ્સ રમવાની કોઇ પણ તકને ચૂકશો નહીં. દરેકને ગેમ્સ પસંદ હોય છે ખાસ કરીને તેઓની સાથે તમારાં બાળપણની ગેમ્સ રમો. આ સિવાય તમે ચેસ, ટેબલ ટેનિસ પણ રમી શકો છો. આનાથી તેઓમાં સ્પોર્ટ્સમેનશિપના ગુણ વધશે.

​ઘરના કામ

ઘરના કામકાજ કરવામાં તમે નોંધ્યું હશે કે મોટી ઉંમર બાદ બાળકો તેને નકારતા થઇ જાય છે. તમારી સાથે આવું ના થાય તે માટે અત્યારથી જ બાળકોને ઘરના નાના મોટાં કામકાજમાં ઇનવોલ્વ કરવાનું શરૂ કરો. તેઓના માથે બધો જ ભાર ના નાખો, પણ આ કામકાજ દરમિયાન એક ટીમની માફક કામ કરો. આનાથી તેઓ જવાબદારી અને પોતાના કામ પર અન્યો પર નિર્ભર નહીં રહેવાનું શીખશે.

​એકસાથે ભોજન

સ્કૂલ, ટ્યૂશન, જોબ, મિત્રો આ બધાની વચ્ચે આખી ફેમિલીની સાથે બેસીને ભોજન લેવું મુશ્કેલ થઇ જાય છે. પરંતુ તમારે પ્રયત્નો કરવા જોઇએ કે દિવસમાં ઓછામાં ઓછા એક સમયે આખા પરિવારની સાથે બેસીને ભોજન લેવામાં આવે.

​દિવસ અંગે પૂછો

તમારાં બાળકને ચહેરા પર સ્માઇલ સાથે તેઓનો દિવસ કેવો રહ્યો તે અંગે પૂછો. આખો દિવસ તેઓએ કેવી એક્ટિવિટીઝ કરી, શાળામાં શું થયું વગેરે. આવા સવાલોથી બાળકના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે તેના વિશે તમને ખ્યાલ આવશે અને તમારી વચ્ચે પ્રેમાળ બોન્ડ ક્રિએટ થશે.

Source link