પેટની હઠીલી ચરબીને ફટાફટ ઓગાળશે ડાયટિશિયને જણાવેલું આ પીણું, ઘરે બનાવવા માટે રેસિપી

Dietitian Tips to Reduce Belly Fat: શરીરમાં સૌથી પહેલાં પેટની આસપાસ ચરબી જમા થઇ જાય છે, વળી પેટની હઠીલી ચરબીથી છૂટકારો મેળવવો પણ ઘણીવાર મુશ્કેલ બની જાય છે.

પેટની આસપાસ જમા થયેલા ફેટના કારણે બોડી શેપ તો ખરાબ દેખાય જ છે, સાથે જ તેના કારણે મેટાબોલિઝ્મ સંબંધિત બીમારીઓ જેમ કે, ટાઇપ-2 ડાયાબિટીસ (Type 2 Diabetes) અને હાર્ટ ડિઝિઝનું જોખમ પણ વધી જાય છે. આ માટે તમે ચોક્કસ ડાયટ ફૉલો કરી રહ્યા હોવ અને નિયમિત એક્સરસાઇઝ છતાં ફેટમાં ઘટાડો નથી થઇ રહ્યો તો ડાયટિશિયન પાસેથી જાણો તેનો ઇલાજ.

ગટ હેલ્થ ડાયટિશિયન મનપ્રિત કાર્લા (Manpreet Kalra, Dietitian/Nutritionist, Nutriapt)એ એક સિમ્પલ ઉપાય જણાવ્યો છે. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર મનપ્રિત કાર્લાએ જણાવ્યું છે કે, પેટની આસપાસ વધતી ચરબીને દૂર કરવા માટે ઓછું ભોજન લેવાથી પરિણામ નથી મળતું. જો તમે પણ તમામ પ્રયત્નો છતાં પેટની ચરબીથી પરેશાન રહેતા હોવ તો ડાયટિશિયને એક સરળ પાઉડરની રેસિપી જણાવી છે, જે પેટની ચરબી ઘટાડવા માટે અકસીર છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​આટલી સામગ્રીની પડશે જરૂર

  • મેથી દાણાનો પાઉડર (2 ચમચી)
  • વરિયાળીનો પાઉડર (2 ચમચી)
  • સૂંઠનો પાઉડર (2 ચમચી)
  • 2 તજ, બારીક પાઉડર
  • દોઢ ચમચી સિંધવ લૂણ
  • લીંબુ (ઓપ્શનલ)

સૌપ્રથમ મેથી, વરિયાળી, તજ, સિંધવ લૂણ અને સૂંઠના પાઉડરને એક એર ટાઇટ જારમાં ભરી લો. હવે સવારે હળવા ગરમ પાણીમાં આ પાઉડરની દોઢ ચમચી મિક્સ કરો અને પી લો. વધારે ઝડપથી રિઝલ્ટ માટે પાઉડરને લંચના એક કલાક પહેલાં પીવો. તમે પાઉડર મિક્સ કરેલા પાણીમાં લીંબુ પણ ઉમેરી શકો છો.

પેટની ચરબી ઓગાળવા ડાયટિશિયનની હેલ્ધી રેસિપી

​તજ અને સિંધવ લૂણના ફાયદા

તજના સેવનથી બ્લડશુગર લેવલ નિયંત્રણમાં રહે છે, બ્લડશુગર નિયંત્રણમાં રહેવાથી વજન ઝડપથી ઘટે છે. જ્યારે સિંધવ લૂણ શરીરમાં એક્સ્ટ્રા ફેટને જમા થતા અટકાવે છે.

​મેથી પાઉડર ઓગાળશે ચરબી

મેથીમાં ફાઇબરના ગુણો ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શુગર રિલિઝને મંદ કરે છે, પરિણામે જીદ્દી ચરબી ઝડપથી ઓગળે છે. આ ઉપરાંત મેથી પાઉડર પેટ અને તેની આસપાસની ચરબીયુક્ત પેશીઓમાં ફેટ જમા થતા અટકાવે છે.

​વરિયાળીમાં વિટામિન

વરિયાળી ખાવાથી શરીરમાં ફેટ સ્ટોરેજ અટકે છે અને શરીરમાં જે પણ ભોજન લો તેમાંથી મળતા વિટામિન અને મિનરલ્સનું શોષણ ઝડપી થાય છે. આ સિવાય વરિયાળી ખાવાથી વારંવાર ભૂખ નથી લાગતી અને બ્લડશુગર લેવલ નિયંત્રણમાં રહેછે.

​સૂંઠ ઇન્સ્યૂલિનનું કરશે કામ

સૂંઠ એવા બોડી ટિશ્યૂ (thermogenesis) પર હકારાત્મક અસર કરશે જ્યાંથી ચરબી ઓગળી રહી છે. તેના રેગ્યુલર સેવનથી કાર્બોહાઇડ્રેટ્સનું ડાયજેશન સુધરશે અને તે શરીર માટે ઇન્સ્યૂલિનનું કામ પણ કરશે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

એક ચપટી હળદર અને કાળા મરી પુરૂષોના યૌન સ્વાસ્થ્યમાં કરશે કમાલ, આયુર્વેદિક ડોક્ટરે જણાવી સેવનની સાચી રીતSource link