પેટના સ્ટ્રેચમાર્ક્સ દૂર કરશે આ 5 ઘરગથ્થું ઉપાય!

 

​હોમમેડ સ્ક્રબનો કરો ઉપયોગ

મૃત ત્વચા સાથે જ સ્ટ્રેચમાર્ક્સને ઓછું કરવા માટે સ્ક્રબ જરુરી છે. આ માટે તમે હોમમેડ સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો. અડધી ચમચી બદામનો પાઉડર, 1 ચમચી કોફી અને ખાંડ મિક્સ કરો. છેલ્લે પેસ્ટ બનાવવા માટે અડધી ચમચી નારિયળ તેલ મિક્સ કરો. રોજ આ પેસ્ટની માલિશ કરવાથી આ સ્ટ્રેચમાર્ક્સને ઓછું કરવામાં ખૂબ જ મદદ કરશે. આ પેસ્ટમાં રહેલા દરેક કુદરતી તત્વો ત્વચા માટે નરમ રહેશે. જેથી ચામડી પર હળવે હાથે માલિશ કરવાથી ફાયદો પહોંચશે.

​લેમન પીલ ફાઉન્ડરનો ઉપયોગ

જો તમે ઈચ્છો તો ન્હાતાં પહેલા સ્ક્રબ કરવા માટે લેમન પીલ પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો. લેમન પીલ અનેક મહિલાઓના બ્યૂટી રુટિનનું મુખ્ય તત્વ હોય છે. એક ચમચી લેમન પાઉડર લો અને તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. હવે આ પેસ્ટથી પેટ પર સ્ક્રબ કરો. જો તમારી સ્ક્રિન ડ્રાઈ છે તો તેમાં નારિયેળ તેલ પણ મિક્સ કરી શકો છો. આશરે એક મહિના સુધી આ મિશ્રણ લગાવવાથી તમને ફરક જોવા મળશે.

​બટેટાનો રસ લગાવો

ત્વચાની રંગત નીખારવા માટે બટેટાના રસનો પણ ઉપયોગ કરી શકો છો. જેમાં રહેલા બ્લીચિંગ એજન્ટ ત્વચાને એકદમ કડક રાખે છે, આ સાથે જ નિખાર લાવવામાં પણ મદદ કરે છે. જોકે, સ્ટ્રેચ માર્ક્સને ઓછું કરવા માટે તમે એક ચમચી બટેટાના રસમાં 1 ચમચી એલોવેરા જેલ જરુર મિક્સ કરો. રોજ સ્ટ્રેચમાર્ક્સ થયા છે તે જગ્યા પર તેને લગાવો. તમે ઈચ્છો તો બટેટાના રસની પેસ્ટ પણ બનાવી શકો છો.

​કેસ્ટર ઓઈલથી મસાજ કરો

કેસ્ટર ઓઈલ મસાજ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે ઈચ્છો તો તેની જગ્યાએ ઓલિવ ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. રાતે સૂતા પહેલા ઓઈલને હળવું ગરમ કરી લો અને પછી પેટ પર લગાવીને મસાજ કરો. રોજ મસાજ કરવાથી સ્ટ્રેચમાર્ક્સ ગાયબ પણ થઈ જશે અને ત્વચામાં નિખાર પણ આવશે. તમે ઈચ્છો તો રાતે ઉપરાંત દિવસે પણ ન્હાયાં પછી કેસ્ટર અથવા તો ઓલિવ ઓઈલથી મસાજ કરી શકો છો. આમ કરવાથી મહિનામાં તમને ફરક જોવા મળશે.

​રેટિનોલ યુક્ત ક્રીમ લગાવો

સ્ટ્રેચમાર્ક્સને દૂર કરવા માટે ખાવાપીવાનું પણ ધ્યાન રાખવું જોઈએ. જેના માટે વિટામિન સી યુક્ત ફ્રૂટનું સેવન કરો. આ સાથે જ ખૂબ માત્રામાં પાણી પીવાનું રાખવું જોઈએ. માર્કેટમાં તમને રેટિનોલ યુક્ત ક્રીમ મળશે, જેને તમે સ્ટ્રેચમાર્ક્સને દૂર કરવા માટે લગાવી શકો છો. નોંધનીય છે કે વિટામીન એમાં એક યૌગિક તત્વ રેટિનોલ મળી આવે છે. જે કોલેઝનનું નિર્માણ કરવામાં મદદરુપ થાય છે. આ ઉપરાંત ચીઝ, ઈંડુ, માછલીનું તેલ, દૂધ અને દહીં પણ રેટિનોલના મુખ્ય સ્ત્રોત છે.

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો. આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડૉક્ટરનો સંપર્ક કરો.

Source link