પુતિન જેવા લોકોએ દેશ ન ચલાવવો જોઈએ તેમછતાં તે ચલાવી રહ્યા છેઃ બાઈડેન

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને જે રીતે પોલેન્ડમાં રશિયા પર આકરો હુમલો કરીને કહ્યુ હતુ કે આ માણસ સત્તામાં ના રહી શકે, તે નિવેદન પર સતત વિવાદ થઈ રહ્યો છે. જો કે, વ્હાઈટ હાઉસ અને ખુદ જો બાઈડેને પોતાના આ નિવેદન પર સફાઈ આપી હતી કે તેમનો એ અર્થ બિલકુલ નથી કે રશિયામાં કોઈ પણ રીતે સત્તા પરિવર્તન થાય. આ સંપૂર્ણપણે રશિયાના લોકો પર નિર્ભર છે. પરંતુ જે રીતે બાઈડેનના નિવેદન પર વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો તેના પર બાઈડેને એક વાર ફરીથી સફાઈ આપી છે.

 

જો બાઈડેને કહ્યુ કે હું નૈતિક રીતે એ લોકોની ભાવનાઓને વ્યક્ત કરી રહ્યો હતો જે લોકો અનુભવી રહ્યા છે. હું પોતાના કોઈ પણ નિવેદનથી પાછો નથી હટી રહ્યો. હું ફરીથી સ્પષ્ટ કરી દેવા માંગુ છુ કે ના હું ત્યારે અને ના અત્યારે કોઈ નીતિમાં ફેરફારની વાત કરી રહ્યો હતો. પુતિન જેવા લોકોએ દેશન ન ચલાવવો જોઈએ પરંતુ તે ચલાવી રહ્યા છે. બાઈડેને કહ્યુ કે ના તો હું ત્યારે અને ના અત્યારે કોઈ પણ નીતિમાં ફેરફારની વાત કરી રહ્યો હતો, હું આના માટે કોઈ પણ પ્રકારની માફી નથી માંગી રહ્યો.

સીએનએન સાથે વાતચીત દરમિયાન બાઈડેને કહ્યુ કે મે એ જ વ્યક્ત કર્યુ જે અત્યારે કહ્યુ. નોંધનીય છે કે કે આ પહેલા જો બાઈડેને કહ્યુ હતુ કે ભગવાના માટે આ વ્યક્તિ સત્તામાં ના રહી શકે. બાઈડનેના આ નિવેદન બાદ વ્હાઈટ હાઉસ તરફથી નિવેદન જાહેર કરીને આ અંગે સફાઈ આપવામાં આવી હતી. વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે આ કોણ પણ રીતે સત્તા પરિવર્તનની અપીલ નહોતી. રાષ્ટ્રપતિ એ કહેવા માંગતા હતા કે પુતિનને પડોશી દેશમાં પોતાના તાકાતનો ઉપયોગ કરવાની અનુમતિ ન હોવી જોઈએ. તે રશિયામં પુતિનની સત્તા અને સત્તા પરિવર્તનની વાત નહોતા કરી રહ્યા.

Source link