પાર્કિંગમાં ધમાલ કરતી મહિલાને જાહેરમાં દોડાવી-દોડાવીને ફટકારી, વિડીયો વાયરલ

 

સુરત: શહેરના અઠવાઈન્સ વિસ્તારમાં મહિલાઓઓ ધમાલ કરતી મહિલાને જાહેરમાં દોડાવી-દોડાવીને ફટકારતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. મહિલાને માર ખાતા જોઈ આસપાસમાં રહેતા અને ત્યાંથી પસાર થતાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. જો કે, પોલીસ આવી જતાં બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલાને માર મારવા સહિતની ઘટનાનો વિડીયો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. અને હાલ તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અઠવાલાઇન્સ ચોપાટી સામેના પાર્કિંગમાં શ્રમિક મહિલાઓએ ધમાલ કરતી મહિલાને જાહેરમાં દોડાવી દોડાવી ફટકારતા ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાર્કિંગમાંથી શરૂ થયેલી બબાલ પોલીસ કમિશનર બંગલાની સામે 100 મીટર દૂર કલેકટર ઓફિસ બહાર સુધી પહોંચી ગઈ અને ત્યારે પોલીસ આવતા બંનેની માર ખાનાર અને ફટકારનારી મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરવામાં આવી હતી.

મહિલાઓના જણાવ્યા અનુસાર તેઓ પાર્કિંગમાં જ વસવાટ કરે છે. દરમિયાન વીફરેલી મહિલાએ ઘર તોડી સામાન ફેંકી દેતા તેને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ધમાલ ચાલુ રાખતા તેણે ઝઘડો કરી મારવાનું શરૂ કર્યું. જેથી તેણીને સબક શીખવાડવા માટે મહિલાઓએ ભેગી મળીને તેણીને માર માર્યો હતો. આ દરમિયાન કોઈએ કંટ્રોરરૂમમાં ફોન કરીને જાણ કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે, વીફરેલી મહિલાએ શ્રમિક મહિલાઓના ઘર તોડી નાખ્યાં અને સમાન રોડ પર ફેંકી દીધો. તેમજ પથ્થર વડે કર્યો હતો. સમગ્ર ઘટના હાલ ચર્ચાનો વિષય બન્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, મહિલાઓ હાથમાં ડંડો લઈને જાહેરમાં મહિલાને ફટકારી રહી છે અને આ દરમિયાન કેટલાક લોકો મહિલાને બચાવવાની જગ્યાએ મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Source link