પાકિસ્તાનનો ક્રિકેટર સર રવિન્દ્ર જાડેજાનો ફેન બની ગયો, નેટ પ્રેક્ટિસ વખતે કરી કોપી

 

આઈસીસી રેંકિંગમાં (ICC Rankings) દુનિયાના નંબર-1 ઓલ રાઉન્ડર (No. 1 all rounder) ગુજરાતના રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. જાડેજાએ શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં (India Vs Sri Lanka) કમાલની બેટિંગ અને બોલિંગ કરીને શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે પ્રદર્શન કર્યું હતું. હવે પાકિસ્તાનના ખેલાડીએ નેટ પ્રેક્ટિસ (Net Practice) દરમિયાન કરેલી બોલિંગમાં પણ રવિન્દ્ર જાડેજાની સ્પષ્ટ ઝલક દેખાઈ રહી છે. પાકિસ્તાની પેસર શાહીન આફ્રિદી (Shaheen Afridi) નેટ પ્રક્ટિસ દરમિયાન લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરી હતી. આ ઘટનાનો વીડિયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આફ્રિદીએ કરેલી બોલિંગને ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે સરખાવવામાં આવી રહી છે. આફ્રિદીની એક્શન જોઈને તેને જાડેજાનો ફેન માનવામાં આવી રહ્યો છે.

હાલ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જેમાં પહેલી મેચ રાવલપિંડીમાં ડ્રો રહી છે. હવે બીજી ટેસ્ટ મેચ કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. બીજી ટેસ્ટ પહેલા પાકિસ્તાની ખેલાડીઓ નેટમાં પરસેવો પાડતા દેખાય હતા. પરંતુ આ દરમિયાન પાકિસ્તાનના પેસર શાહીન આફ્રિદીએ કરેલી બોલિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આફ્રિદીની બોલિંગ જોઈને ઘણાં મોટાભાગના લોકોને રવિન્દ્ર જાડેજાની યાદ આવી રહી છે.

સોશિયલ મીડિયા પર આફ્રિદીએ કરેલી બોલિંગની એક્શનની ઘણી જ ચર્ચા થઈ રહી છે.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ટેસ્ટ ડ્રો રહી છે. હવે બીજી ટેસ્ટ બન્ને ટીમો પોતાના નામે કરવા માટે મેદાન પર પરસેવો પાડશે. પહેલી ટેસ્ટમાં પાકિસ્તાનના બેટ્સમેન ઈમામ-ઉલ-હક, અઝહર અલી અને અબ્દુલ્લાહ શફીકે કમાલ કરી બતાવી હતી.

જાડેજાને રેંકિંગમાં ત્રણ સ્થાનનો ફાયદો થયો

રવિન્દ્ર જાડેજાને બોલિંગ રેકિંગમાં ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. તે 17મા સ્થાન પર પહોંચી ગયો છે. ટોપ-10માં કોઈ નવા નામની એન્ટ્રી થઈ નથી. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સન પહેલા સ્થાને છે. ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્ર અશ્વિન બીજા નંબર પર છે. જ્યારે ભારતીય વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહ 10મા નંબર પર છે.

Source link