પંજાબઃ ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયર પર અંધાધૂંધ ગોળીબાર, 10 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા!

 

Sandeep Singh Nangal Shot Dead: પંજાબના જાલંધરના મલિયા ગામમાં કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયરની ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી છે. અંદાજે ચારથી વધારે અજાણ્યા હુમલાખોરોએ અચાનક કબડ્ડી પ્લેયર સંદીપસિંહ નંગલ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અને પ્રાથમિક જાણકારી અનુસાર સંદીપસિંહ ઉપર સાતથી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સંદીપસિંહ ઉપર હુમલા બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પણ તબીબોએ તેઓને મૃત જાહેર કર્યાં હતા. આ મામલે પોલીસનો તપાસ

ઘટના અંદાજે સાંજના 6 વાગ્યા આસપાસની છે. ટુર્નામેન્ટ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ અંબિયાન ગામના રહેવાસી સંદીપસિંહ પર કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન હુમલો કરી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગોળીઓ તેમના માથા પર અને છાતી પર મારવામાં આવી હતી. ઘટનાસ્થળ પર જ સંદીપસિંહ દમ તોડી દીધો હતો. જો કે, ચાલુ ટુર્નામેન્ટ દરમિયાન ગોળીબાર થવાને કારણે કબડ્ડીની મેચ જોવા આવેલાં લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ઘટના સમયના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરનાર સંચાલકે જણાવ્યું કે, ટુર્નામેન્ટ દરમિયાન ઈન્ટરનેશનલ ખેલાડી સંદીપસિંહ નંગલ પોતાના અમુક દોસ્તોને છોડવા માટે મેદાનની બહાર ગયા હતા. ત્યાં જ પાર્કિંગમાં અમુક અજાણ્યા હુમલાખોરોએ તેમના પર તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેનાથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પણ તેઓએ દમ તોડી દીધો હતો. આ મામલે જાણકારી મળ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

એક પ્રોફેશનલ ખેલાડી તરીકે સંદીપસિંહ સ્ટોપરની પોઝિશનમાં રમતા હતા. તેમના અનેક ફેન્સ તેમને ગ્લેડિએટર કહીને બોલાવતા હતા. તેઓએ એક દાયકાથી વધારે સમય સુધી કબડ્ડીની દુનિયા પર રાજ કર્યું હતું અને પંજાબ ઉપરાંત તેઓ કેનેડા,અમેરિકા, ઈંગ્લેન્ડમાં અનેક કબડ્ડીની સારી મેચો રમી હતી. સંદીપ ઈંગ્લેન્ડમાં રહે છે, અને ભારતમાં તેઓ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા, અને સાથે જ અમુક કબડ્ડીની મેચનું આયોજન પણ કરવાના હતા. ભારતની કબડ્ડી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સંદીપસિંહને એક પત્ની અને બે બાળકો છે, કે જેઓ હાલ ઈંગ્લેન્ડમાં છે.

Source link