ન્યૂટ્રિશનિસ્ટે શૅર કર્યા શિયાળાના 10 સુપરફૂડ; હાડકાં થશે મજબૂત, 10 રોગ રહેશે બારેમાસ દૂર

India’s leading Nutritionist’s Tips for Winter: શિયાળાની શરૂઆત થઇ ગઇ છે, જો કે હજુ સુધી લોકોને સ્વેટર કે મફલરની જરૂરિયાત નથી પડી રહી, પરંતુ શરીરને ઠંડીથી બચાવવા માટે શરીરને અત્યારથી જ તૈયાર કરવાની જરૂર ચોક્કસ છે. શિયાળામાં ઇન્ફેક્શન ઝડપથી લાગી જાય છે, તેથી જ જરૂરી છે કે, તમે ઇમ્યૂન સિસ્ટમને આ મોસમાં દુરસ્ત રાખો. તેથી યોગ્ય આહારની પસંદગી પણ ખૂબ જ જરૂરી છે.

ન્યૂટ્રિશનિસ્ટ રુજૂતા દિવાકર (Rujuta Diwekar, Celebrity nutritionist) જે બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર (Kareena Kapoor’s nutritionist) પણ છે. રુજૂતા લગભગ દરરોજ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્વાસ્થ્ય સંબંધિત ટિપ્સ શૅર કરતી રહે છે. તેઓએ હાલમાં જ શિયાળામાં ખાવા જોઇએ તેવા 10 સુપરફૂડ (Winter Superfood) વિશે માહિતી આપી છે. આ પોસ્ટના કેપ્શનમાં તેઓ લખે છે કે, આ ફૂડ પ્રાચીન સમયથી ઠંડીની પરેશાનીઓ જેમ કે, માસપેશીઓ, સાંધાના અને હાડકાંમાં થતા દુઃખાવા, શુષ્ક ત્વચા, કમજોર વાળ વગેરે માટે બેસ્ટ ગણાય છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

એક્સપર્ટ પાસેથી જાણો ઠંડીની સિઝન માટે 10 સુપરફૂડ

​બાજરી કરશે વાળની સમસ્યાઓ દૂર

એક્સપર્ટ અનુસાર, શિયાળામાં બાજરી ખાવાથી વિટામિન બીની ઉણપ દૂર થાય છે અને સાથે જ મસલ્સ બિલ્ડ-અપ તેમજ હાડકાંને મજબૂત બનાવવા માટે તે ખૂબ જ જરૂરી છે. આ સિવાય બાજરી ખાવાથી ખરતા વાળની સમસ્યા પણ દૂર થાય છે.

​ગુંદર પાકથી વધશે પાચનશક્તિ

બાળપણમાં દાદી-નાનીએ તમારાં માટે ગુંદર પાક (Gujarati pak recipe in gujarati) બનાવ્યો જ હશે, મોટાંભાગે આપણે ગુંદર પાક બનાવવા માટે તમામ પૌષ્ટિક તત્વોનો ઉપયોગ કરીએ છીએ. કેટલાંક લોકો તેમાં મેથી નાખીને તેના લાડુ બનાવીને ખાવાનું પસંદ કરે છે. આ સિવાય તમે ગુંદરને પાણી અથવા ઘીની સાથે ફ્રાય કરીને પણ ખાઇ શકો છો. શિયાળામાં આ પાકના સેવનથી હાડકાં મજબૂત થાય છે અને પાચનશક્તિમાં સુધારો થાય છે. આ ઉપરાંત તે ઇન્ટિમસી ડ્રાઇવને પણ સુધારે છે.

તલથી ત્વચાને રાખો મુલાયમ

એક્સપર્ટ અનુસાર, શિયાળામાં તલના સેવનથી શરીરમાં જરૂરી ફૅટી એસિડની ઉણપ દૂર થાય છે, ઉપરાંત તે વિટામિન ઇ (Vitamin E)નો સારો સ્ત્રોત ગણાય છે. તેના સેવનથી શિયાળામાં થતા હાડકાં, વાળ અને ત્વચા સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે.

​લીલા પાંદડાવાળા શાકભાજી

શિયાળામાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળી રહે છે. જેમ કે, પાલક, મેથી, પુદીના, લીલા લસણ, વગેરે. એક્સપર્ટ અનુસાર, આ લીલા પાંદડાવાળા શાકભાજીમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, ફાઇબર અને વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે તમારી ઇમ્યૂન સિસ્ટમને શ્રેષ્ઠ બનાવવાનું કામ કરે છે.

​આહારમાં આ ફૂડ પણ કરો સામેલ

શિયાળામાં મૂળવાળા શાકભાજી, મોસમી ફળ, મગફળી, ઘી, માખણ, વિવિધ દાળ ખાવાથી પણ સ્વાસ્થ્ય દુરસ્ત રહે છે. શિયાળામાં થતી નાની-મોટી બીમારી જેમ કે શરદી, તાવ, બોડી પેઇન વગેરે દૂર રહે છે અને શરીર અંદરથી જ ગરમ અને મજબૂત બને છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.Source link