ન્યૂઝીલેન્ડમાં ફરીથી પર્યટન શરુ, ઑસ્ટ્રેલિયા સહિત તમામ દેશના પર્યટકોને મળી મંજૂરી | New Zealand opens its border for Australians and other countries tourist.

નવી દિલ્લીઃ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને દેશની સીમાઓને એક વાર ફરીથી પર્યટકો માટે ખોલવાનુ એલાન કર્યુ છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે 12 એપ્રિલથી જે ઑસ્ટ્રેલિયન લોકોને કોરોના વેક્સીન લાગી ચૂકી છે તે ન્યૂઝીલેન્ડ આવી શકે છે જ્યારે બાકીના પર્યટકો 1 મેથી ન્યૂઝીલેન્ડ આવી શકે છે. પ્રધાનમંત્રીએ પોતાના એલાનમાં કહ્યુ છે કે અમને હવે એ નિર્દેશ મળ્યા છે કે હવે દેશમાં સીમાને આગલા તબક્કા માટે ખોલવામાં આવી શકે છે અને ફરીથી પર્યટકોનુ સ્વાગત કરવામાં આવી શકે છે.

 

New Zealand

 

પ્રધાનમંત્રીએ કહ્યુ કે ઑસ્ટ્રેલિયન નાગરિક અને સ્થાયી નિવાસી હવે 12 એપ્રિલે રાતે 11.59 વાગ્યાથી ન્યૂઝીલેન્ડ આવી શકે છે. તેમણે આઈસોલેશનમાં રહેવાની જરુર નથી. વળી, સંપૂર્ણપણે જે લોકોને કોરોનાની રસી લાગી ચૂકી છે અને જે દેશોને વિઝા અરાઈવલની સુવિધા છે તે 1 મેથી ન્યૂઝીલેન્ડ આવી શકે છે. તમને જણાવી દઈએ કે લગભગ 60 દેશોને ન્યૂઝીલેન્ડે વિઝા ઑન અરાઈવલની સુવિધા આપી રાખી છે જેમાં કેનેડા અને અમેરિકાનુ નામ પણ શામેલ છે.

આ ઉપરાંત જે લોકો પાસે પહેલેથી ન્યૂઝીલેન્ડના વિઝા છે અથવા વિઝા ઑન અરાઈવલની લિસ્ટમાં નથી તે 1 મેથી ન્યૂઝીલેન્ડ આવી શકે છે. ન્યૂઝીલેન્ડની સીમા તેના નાગરિકો માટે પહેલેથી ખુલ્લી હતી. સોમવારથી જે ક્રિટિકલ વર્કર છે તેમના માટે પણ સીમા ખુલી ગઈ છે અને તેમણે આઈસોલેશનમાં રહેવાની જરુર નથી. પ્રધાનમંત્રીએ કહ્યુ કે ન્યૂઝીલેન્ડ આવવુ હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે, સ્થાનિક પર્યટન માટે ઑસ્ટ્રેલિયાના પર્યટક ઘણા મહત્વના હતા.

 

Source link