નેલ પોલિશ સહિત 5 બ્યૂટી પ્રોડક્ટ્સ, શરીરને કેન્સર સહિત અન્ય બીમારીનું બનાવશે ઘર

Danger of Beauty Products: શિયાળાની સિઝન શરૂ થતાં જ પાર્લર અને કોસ્મેટિક શોપ પર લોકોની ભીડ જોવાલાયક હોય છે. આ સિવાય પણ કોઇ પણ ઋતુમાં સેલેબ્સની માફક ડ્રેસિંગ અને મેકઅપ લૂકનો યુવતીઓમાં વધારે ક્રેઝ જોવા મળે છે. આજકાલ યુવકો માટે પણ કેટલાંક મેકઅપ પ્રોડક્ટ્સ માર્કેટમાં જોવા મળે છે.

પોતાની સ્કિનનું ધ્યાન રાખવું અને ફેશનેબલ દેખાવમાં કંઇ ખોટું નથી, પરંતુ શું તમે જાણો છો કે, તમને સુંદર અને પરફેક્ટ દેખાડતા આ પ્રોડક્ટ્સ હકીકતમાં ગંભીર અને ઘણીવાર જીવલેણ બીમારી તરફ ધકેલી રહ્યા છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (National Institutes of Health) અનુસાર, આ પ્રોડક્ટ્સ સ્કિનને એલર્જીક બનાવે છે.

હોમિયોપેથિક ડોક્ટર સ્મિતા ભોઇર પાટિલ (Dr. Smita Bhoir Patil, Homeopath) જણાવે છે કે, મોટાંભાગે કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં કેમિકલ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેનો વધારે પડતો ઉપયોગ અથવા લાંબા સમય સુધી તેને ત્વચા પર લગાવીને રાખવાથી હોર્મોન પરિવર્તનની સાથે અમુક પ્રકારના કેન્સરનું પણ જોખમ વધી જાય છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​કોમ્પેક્ટ પાઉડર અથવા ટેલકમ પાઉડર

એક્સપર્ટ અનુસાર, કોમ્પેક્ટ અથવા ટેલકમ પાઉડર ત્વચા માટે હાનિકારક હોય છે. તે બારીક પીસેલો હોવાના કારણે ત્વચાના રોમ છીદ્રોને બંધ કરી દે છે. આનાથી ત્વચાના હેલ્ધી સેલ્સ ઓક્સિજનની ઉણપથી નષ્ટ થવા લાગે છે અને ત્વચા વૃદ્ધ થવા લાગે છે. આ સિવાય તે સ્કિન પર સ્કિન પર ચકામા બનાવી શકે છે અને નવા ચકામાનું કારણ પણ બની શકે છે. કેટલાંક ટેલકમ પાઉડરમાં એસ્બેસ્ટસ અને સ્પાસ્ટિસ નામના પદાર્થ હોય છે જે ફેફસાનું કેન્સર કરી શકે છે.

​નેલ પોલિશ અને પેન્ટ રિમૂવર

નેલ પોલિશમાં ટોલુનિન, ફાર્મલડિહાઇડ અને ડિબ્યૂટાઇલ થેલેટ જેવા હાનિકારક રસાયણો હોય છે. આ સિવાય નેલ પેન્ટ રિમૂવરમાં એસીટોન હોય છે. આ તમામ પદાર્થો અત્યંત ઝેરી હોય છે. અમુક સ્ટડીમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, નેલ પેન્ટમાં મોજૂદ કેમિકલ ત્વચામાં સરળતાથી અવશોષિત થઇ શકે છે. એવામાં આ પ્રોડક્ટ્સના ઉપયોગથી હોર્મોન અસંતુલન, ડાયાબિટીસ અને થાઇરોઇડ અસંતુલિત થવાનું જોખમ હોય છે. આ સાથે જ તે આંખોની બળતરાંથી લઇને ગુદા અને નર્વસ સિસ્ટમની ક્ષતિનું જોખમ પણ વધારી શકે છે.

​ઇન્ટિમેટ વૉશ

ઇન્ટિમેટ વૉશ મહિલા માટે તૈયાર કરવામાં આવેલું એ પ્રોડક્ટ છે જે પ્રાઇવેટ પાર્ટના હાઇજિનને મેઇન્ટેઇન કરવાનો દાવો કરે છે. હકીકતમાં આ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ પાર્ટના હેલ્ધી બેક્ટેરિયા માઇક્રોફ્લોરાને નષ્ટ કરવાનું કામ કરે છે અને તેનાથી પીએચ લેવલમાં બદલાવ આવી શકે છે. આનાથી તમને ફંગલ ઇન્ફેક્શન, યુટીઆઇ, એચપીવી જેવા ઇન્ફેક્શન પ્રત્યે સ્કિન વધારે સંવેદનશીલ બની શકે છે. આ સિવાય ઇન્ટિમેટ વૉશમાં મોજૂદ કેમિકલ ગર્ભાશય સર્વિક્સ (uterine cervix)નું કારણ પણ બની શકે છે.

એક્સપર્ટે જણાવ્યું મેકઅપનો સામાન હોય છે સ્વાસ્થ્ય માટે જોખમી

​હેર રિમૂવલ ક્રીમ

એક્સપર્ટ અનુસાર, બોડીના વાળને દર્દ વગર હટાવવાનો દાવો કરનાર હેર રિમૂવલ ક્રીમ વાસ્તવમાં તમારી સ્કિન પર ડાઘ બનાવી દે છે. આ ક્રીમમાં વાળને બાળી દેતાં થિયોગ્લાઇકોલિક એસિડ મોજૂદ હોય છે. વાળ, નખ અને ત્વચાને બહારના લેયરની રક્ષા કરતાં પ્રોટીનને પીગાળવવાનું કામ કરે છે. આ પ્રોડક્ટ્સનો તમે વધારો ઉપયોગ કરો છો તો ત્વચા સંબંધિત બીમારીઓ થવાનું જોખમ વધી શકે છે.

​હેર ડાયથી કેન્સરનું જોખમ

હેર ડાઇમાં અનેક રસાયણ હોય છે જે ત્વચામાં એલર્જી, હોર્મોનમાં પરિવર્તનની સાથે કેન્સરનું જોખમ પણ વધારે છે. હાર્વર્ડ (Harvard) અનુસાર, જે લોકો પરમાનન્ટ હેર ડાય કરે છે તેઓને અન્યોની સરખામણીએ બ્લેડર કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને બ્લડ કેન્સરનું જોખમ વધારે હોય છે. આ જોખમના દાયરામાં એવા લોકો પણ આવે છે જેઓ હેર ડાય બનાવવાનું અથવા અન્યને ડાય કરી આપવાનું કામ કરે છે.

​એક્સપર્ટની સલાહ

ડોક્ટર અનુસાર, જો તમે કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા જ ઇચ્છો છો તો કેમિકલ ફ્રી હોય તેવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. આ સિવાય હર્બલ પ્રોડક્ટ્સ યૂઝ કરવાનો આગ્રહ રાખો. માર્કેટમાં અનેક બ્રાન્ડ્સ એવી છે જે નેચરલ કોસ્મેટિક પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.

નોંધઃ આ લેખ સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.Source link