નીતા અંબાણીને સ્ટાઇલમાં ટક્કર આપે છે તેમની વેવાણ; પાર્ટીમાં રાધિકાની બહેનનો લૂક પણ જામ્યો

Radhika Merchant’s Mother Fashion: નીતા અંબાણીની ઓળખ માત્ર મુકેશ અંબાણીની પત્ની સુધી જ સીમિત નથી. IPLમાં મુંબઇ ઇન્ડિયન ટીમની માલકિન હોવાની સાથે સાથે તે સ્ટાઇલ વર્લ્ડમાં પણ પોતાની એલિગન્ટ ફેશનના કારણે ઓળખાય છે.

નીતા અંબાણીની ડ્રેસિંગ સ્ટાઇલ અને ફેશન સેન્સ કમાલ છે, તે દરેક આઉટફિટ્સને ગ્રેસફૂલી કૅરી કરી શકે છે અને તેના લૂક્સ અને ફિટનેસના લોકો વખાણ પણ કરતા હોય છે. ખાસ કરીને જ્યારે તેઓ ઇન્ડિયન ટ્રેડિશનલ ક્લોથ્સ પહેરીને રેડી થાય છે, ત્યારે તો તેમનો લૂક અલગ જ લેવલમાં દેખાય છે. જો કે, નીતા અંબાણીની સુંદરતા વિશે તો દરેક વ્યક્તિ જાણે જ છે, પરંતુ હવે તેમના સંબંધી એટલે કે, વેવાણ બનવા જઇ રહેલા રાધિકા મર્ચન્ટની મમ્મી શૈલા મર્ચન્ટ (Shaila Merchant News Gujarati) પણ કંઇ કમ નથી.

નીતા અંબાણીની માફક શૈલા મર્ચન્ટના શાર્પ ફિચર્સ અને પરફેક્ટ ફેશનના કારણે ફેશન એક્સપર્ટ્સ પણ તેઓની સ્ટાઇલના વખાણ કરી રહ્યા છે. હાલમાં જ શૈલા મર્ચન્ટે રાધિકાની પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટી (Radhika Merchant Pre-Enegagement Party News Gujarati)માં સ્ટાઇલિશ આઉટફિટ્સમાં એન્ટ્રી કરી હતી.

(Images: Instagram/ @_ishaambanipiramal, @dabbooratnani)

રાધિકાની મમ્મીની સુંદરતા

રાધિકાની મમ્મીની સુંદરતા

અંબાણી પરિવારમાં હાલ એન્ગેજમેન્ટ પાર્ટીનો માહોલ છે, હાલમાં જ તેમના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ (Anant Ambani Radhika Merchant Enegagement News Gujarati) બાદ હાલ પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીનું સેલિબ્રેશન પણ શરૂ થઇ ગયું છે. જેની સુંદર તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. સગાઇ પહેલાં રાધિકા મર્ચન્ટ માટે મહેંદીની રસ્મ રાખવામાં આવી હતી, જેમાં મર્ચન્ટ ફેમિલીએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન દુલ્હનની મમ્મીનો સુંદર લૂક જોવા મળ્યો હતો.

ખાસ પ્રસંગે પહેર્યા સ્ટાઇલિશ આઉટફિટ્સ

ખાસ પ્રસંગે પહેર્યા સ્ટાઇલિશ આઉટફિટ્સ

શૈલા મર્ચન્ટે મહેંદી સેરેમનીમાં બ્લૂ કલરનો કો-આર્ડ સેટ પહેર્યો હતો, જેમાં પેપ્લમ ટોપની સાથે મેચિંગ પેન્ટ એડ કરવામાં આવ્યું છે. આ ઓવરઓલ આઉટફિટને સિલ્કના કાપડમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેના પર રિચ એમ્બ્રોયડરીની સાથે સિક્વન્સ અને થ્રીડી વર્ક જોઇ શકાય છે. પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે શૈલા મર્ચન્ટે પર્લ બીડ્સ અને માર્કીઝ કટના ડાયમંડથી તૈયાર નેકલેસ, મેચિંગ ઇયરિંગ્સ પહેર્યા હતા.

રાધિકાની બહેનનો લૂક

રાધિકાની બહેનનો લૂક

આ મહેંદી સેરેમનીમાં રાધિકાની નાની બહેન અંજલિ મર્ચન્ટ પણ સામેલ હતી, જે હાલ પ્રેગ્નન્ટ છે. આ દરમિયાન અંજલિએ ખૂબ જ કમ્ફર્ટેબલ આઉટફિટ્સ પહેર્યા હતા. અંજલિએ સેરેમની માટે પોતાના માટે પેસ્ટલ કલરનો શરારા સેટ પસંદ કર્યો હતો, જેમાં અપર થાઇસની લંબાઇવાળી કૂર્તી સાથે મેચિંગ બોટમ એડ કરવામાં આવ્યું છે. ઓવરઓલ આઉટફિટ પર થ્રેડ એમ્બ્રોયડરી અને બીડ્સ વર્ક કરવામાં આવ્યું છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ; મોંઘેરા લૂકમાં સાસુ નીતા અંબાણીએ કર્યુ સ્વાગત

Source link