નવા વર્ષમાં કાબુલના મિલિટ્રી એરપોર્ટ પર બોમ્બ ધમાકો, ઘણા લોકોના મતોની આશંકા

World

oi-Jayeshkumar Bhikhalal

|

Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાન માટે નવું વર્ષ પણ ગયા વર્ષની જેમ જ ખરાબ સાબિત થયું છે નવા વર્ષની શરૂઆતમાં જ આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં ધમાકો કર્યું છે આ ધમાકામાં ઘણા લોકો માર્યા ગયા છે તેમજ ઘણા લોકો ઘાયલ થયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તાલીબાની પ્રવક્તા અબ્દુલ નફીએ આ અંગે જાણકારી આપી હતી તેમણે જણાવ્યું હતું કે કાબુલ મીલેટરી એરપોર્ટના ગેટ નજીક આ વિસ્ફોટ સવારે થયો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ હજી સુધી જાણી શકાયું નથી .આ હુમલામાં અમારા જવાનો પણ શહીદ થયા છે તમણે વધુમાં જણાવ્યું હતું કે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. અફઘાન મીડિયા અનુસાર ઘટના સ્થળે પોલીસ પહોંચી ચૂકી છે પ્રારંભિક રૂપો તપાસ પણ સરુ કરી દેવામાં આવી છે પોલીસ જવાનો અને સુરક્ષા અધિકારીઓએ વિસ્ફોટ સ્થળ તરફ જઈ રહેલા વાહન વ્યવહારને રોકી દીધો છે તેમજ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે

ચાર દિવસ પહેલા પણ 28 ડિસેમ્બરના અફઘાનિસ્તાનના તાલુકનમાં પણ ધમાકો થયો હતો એમાં ચાર લોકો ઘાયલ થયા હતા તાલુકનમાં તાલીબાનના સુરક્ષા કમાન્ડર અબ્દુલ મુબિન સફીએ જણાવ્યું હતું કે સ્થાનીય અધિકારીક કર્મચારીના ડેસ્ક નીચે એક વિસ્ફોટ થયો હતો. આ પહેલા 26 ડિસેમ્બરના રોજ પણ વાદાખશાન શાંતમા થયેલા વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું

12 ડિસેમ્બરના કાબુલના શહેર-અ-નવા હોટલમાં આતંકવાદી હુમલો કર્યો હતો. આ હોટલને ચીની હોટેલ કહેવામાં આવે છે કેમકે અહીં ચાઈનીઝ લોકોની પસંદગીની હોટેલ છે. હાલ હુમલામાં પાંચ ચાઈનીઝ નગરીકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી તેમણે જણાવ્યું હતું કે, આ હુમલો ચીની વેપારીઓને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવ્યું છે ISIS એ જણાવ્યું હતું કે બે સદસ્યોને કાબુલમાં આ મોટી હોટેલમાં હુમલો કર્યો છે

English summary

terrorist attack at kabulna military airport

Story first published: Sunday, January 1, 2023, 14:27 [IST]

Source link