નવરાત્રીમાં વાળની કૅર કરવામાં ક્યાંક તમે તો નથી કરતા આ ભૂલ? ખરતા વાળ માટે એક્સપર્ટની ટિપ્સ

​શરીરના ગુણ પ્રમાણે તેલ

આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર, કેટલાંક લોકો શીત ગુણના હોય છે જ્યારે કેટલાંકના શરીરમાં ઉષ્ણ ગુણ વધારે હોય છે. શરીરના રજત અને તમસ ગુણના આધારે હેર ઓઇલ પસંદ કરવાથી ઝડપથી ફાયદો મળે છે.

​માર્કેટના તમામ હેર ઓઇલ પસંદ કરવા

કેટલાંક લોકો બજારમાં ખરતા વાળ અટકાવવાની જાહેરાત કે દાવો કરતા તમામ તેલ ખરીદી લે છે. આ સિવાય કેટલાંક DIY ઓઇલનો પણ ઉપયોગ કરતાં હોય છે. આવું કરવાથી વાળને ફાયદાના બદલે નુકસાન વધારે થાય છે.

​આ ઉપાય અજમાવો

આયુર્વેદ અનુસાર, વાળના અંત સુધી તેલ લગાવવાના બદલે સ્કાલ્પને વધારે પોષણ મળી રહ્યું છે તેના પર ધ્યાન આપો. સ્કાલ્પમાં મસાજ અને રેગ્યુલર ઓઇલથી વાળ મજબૂત બનશે અને ગ્રોથ પણ વધશે.

​આખી રાત ઓઇલી હેર

વાળમાં તેલ લગાવ્યા બાદ તેને આખી રાત રહેવા દેવાથી અથવા નાહ્યા બાદ તરત જ તેલ લગાવવાથી ગરદનનો દુઃખાવો, સાઇનસ અથવા વારંવાર શરદી થવાની તકલીફ ઉભી થાય છે. આ સિવાય વાળને ગરમ પાણીથી ધોવાથી તમારાં વાળ તો ડેમેજ થશે જ, સાથે આંખોનું સ્વાસ્થ્ય પણ ખરાબ થશે.

​વાળને ટાઇટ બાંધવા

ગરમ તેલ લગાવવાથી વાળના મૂળને નુકસાન થાય છે, આ સિવાય તેલ લગાવ્યા બાદ વાળને કસીને બાંધવાથી પણ તેના મૂળ નબળા થઇ જાય છે. વાળને જોર-જોરથી ખેંચવાથી તેને નુકસાન થાય છે. તેથી જ ઓઇલિંગ દરમિયાન હળવા હાથે મસાજ કરો અને વાળને ઢીલા બાંધો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Source link