નવજાત બાળકને તાવ નહીં હોવા છતાં કપાળ સતત ગરમ રહે છે? આયુર્વેદિક ડોક્ટર પાસેથી જાણો કારણો અને ઇલાજ

Thermoregulation System of Child: ઘણીવાર નવજાત બાળકનું કપાળ ગરમ હોય છે પરંતુ જ્યારે થર્મોમીટરથી ચેક કરો તો ફિવર નથી હોતો. આ સામાન્ય સ્થિતિ છે, જે રૂમની અંદરના, પર્યાવરણી કારકોના કારણે થાય છે. જો રૂમ ટેમ્પરેચર વધારે છે તો આનાથી બાળકનું માથુ શરીરના અન્ય હિસ્સાઓની સરખામણીએ વધારે ગરમ થઇ શકે છે. સામાન્ય રીતે ગરમ અને શુષ્ક વાતાવરણ દરમિયાન આવું થાય છે.

આ સિવાય જો તમે તમારાં બાળકને હવામાનને અનુરૂપ કપડાં નથી પહેરાવતા તો શક્ય છે કે તેનું માથુ સતત ગરમ રહે. ઠંડીના વાતાવરણમાં બાળકને ટોપી અથવા શિયાળાની ટોપી પહેરાવવાથી તેનું કપાળ શરીરના અન્ય હિસ્સાની સરખામણીએ ગરમ થઇ શકે છે.

જો હવામાન ઉષ્ણ છે અથવા તમે તડકામાં વધારે સમય રહો છો તો બાળકનું માથુ તાવ વગર પણ ગરમ રહી શકે છે. બાળક વધારે સમય સુધી પીઠના બળે ઉંઘતું રહે, તો પણ આવું થાય છે. આ સિવાય દાંત આવવાના સમયે પણ શરીરના ટેમ્પરેચરમાં સામાન્ય વૃદ્ધિ થઇ શકે છે, જે ચહેરા અને માથાની આસપાસ વધારે સ્પષ્ટ થઇ શકે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​રૂમ ટેમ્પરેચર ચેક કરો

જો હવામાન ઉષ્ણ કે શુષ્ક છે તો બાળકને બ્રિધિંગવાળા કપડાં પહેરાવો. 75°F (23°C)થી વધુ તાપમાન સામાન્ય રીતે બાળક માટે ગરમ ગણાય છે. ઓવરહિટિંગને અટકાવવા માટે વધારે કપડાં પહેરાવવાથી બચો. વાતાવરણમાં ગરમી વધારે હોય તો એક ડાયપર અને ઢીલું ટોપ કે શર્ટ પહેરાવી શકાય છે.

  • દરેક હવામાનમાં રૂમનું તાપમાન 65 – 70°F (18 થી 21°C) જાળવી રાખો. બાળકને આસપાસના ટેમ્પરેચરના હિસાબે પોતાને એડજસ્ટ કરવામાં પરેશાની આવી શકે છે. તેથી તમારે જ બાળકના રૂમનું ટેમ્પરેચર નોર્મલ રાખવું પડશે.
  • ઉનાળામાં તમારાં રૂમના તાપમાનને જાળવી રાખવા માટે એર કન્ડિશનનો ઉપયોગ કરો, શિયાળામાં રૂમ હિટરનો ઉપયોગ કરવો જોઇએ.
  • જો એસીનો ઉપયોગ નથી કરવા ઇચ્છતા તો ઉનાળા દરમિયાન રૂમમાં યોગ્ય વેન્ટિલેશન રાખો.

​થોડાં ફેરફાર કરો

ઉનાળામાં બહાર જવાની એક્ટિવિટિઝનો સમય બદલો. બાળકને વધારે ગરમીથી બચાવવા તેને સવાર અથવા સાંજે બહાર લઇ જાવ. ઉનાળામાં વારંવાર બાળકને દૂધ આપીને હાઇડ્રેટ રાખો, જેથી ડિહાઇડ્રેશનથી બચાવી શકાય.

ડોક્ટરની સલાહ લો

આ સિવાય અન્ય સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે જેમ કે –

  • કપડાં બદલ્યા બાદ અને રૂમ ટેમ્પરેચરને નોર્મલ રાખ્યા બાદ પણ માથું સતત ગરમ રહે
  • બાળક ત્રણ મહિનાથી નાનું હોય
  • દવાના એક ખોરાક બાદ બાળકનું માથું ગરમ થઇ ગયું હોય

​આયુર્વેદિક ડોક્ટરની સલાહ

બેંગ્લોરના જીવોત્તમ સ્વાસ્થ્ય કેન્દ્રના આયુર્વેદિક ડોક્ટર શરદ કુલકર્ણી (Dr Sharad Kulkarni, Ayurvedic Doctor, Bangalore) અનુસાર, તાપ અથવા ગરમી વધારે હોવાથી બાળકનું કપાળ સતત ગરમ રહી શકે છે, જે એક નોર્મલ સ્થિતિ છે. જો તમારાં બાળકને શરદી-ખાંસીની તકલીફ નથી તો તેને છાશ પીવરાવી શકો છો ઉપરાંત માથા પર નારિયેળ તેલની માલિશ કરી શકો છો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરની સલાહ લો.

Source link