આઇપીએલ હરાજી 2023 રોમાંચક સ્તરે પહોંચી ગઈ છે. જેમાં સેમ કુરેનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદી આઇપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની દીધો છે. સેમ કુરેન ઉપરાંત વધુ એક અંગ્રેજી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પર પણ પૈસાનો ધોધમાર વરસાદ થયો.
આઇપીએલની હરાજીમાં બેન સ્ટોક્સને ખરીદવા માટે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બિડ વૉર જામી હતી, જો કે અંતે ચેન્નઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે આ સાથે જ સ્ટૉક્સ આઇપીએલ 2023નો ત્રીજો મોંઘો ખેલાડી બની ગયો છે.
નોંધનીય છે કે બેન સ્ટોક્સ આઇપીએલ 2022 નહોતો રમ્યો. આ વખતે સ્ટૉક્સની બેસ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. સ્ટૉક્સના રૂપમાં ચેન્નઈને કેપ્ટનનો દાવેદાર પણ મળી ગયો છે.
આઇપીએલ હરાજીની લાઇવ અપડેટ જોવા માટે અહીં ક્લિક કરો
સ્ટૉક્સ માટે પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ બિડમાં ઉતરી હતી. બાદમાં રાજસ્થઆન રોયલ્સ અને આર્સીબી બંનેએ નામ પાછાં લઈ લીધાં જે બાદ લખનઉ સુપર ઝાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બિડિંગમાં ઉતરી. અંતમાં ચેન્નઈ સુપર કિંગ્સ હરાજીમાં ઉતરી અને સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં સફળ રહી.