દીકરી માટે આલિયા ભટ્ટ પસંદ કરી શકે છે આ નામ, જેનો અર્થ જાણીને તમે પણ કહેશો વાહ!

Alia Bhatt-Ranbir Kapoor’s Baby’s Name: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર દીકરીના જન્મ બાદ ખૂબ જ ખુશ છે. આ સ્ટાર કપલના ઘરે હાલમાં જ એક નાનકડી પરીએ જન્મ લીધો છે અને બંને પેરેન્ટિંગ એક્સપિરિયન્સને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. નવેમ્બર 6ના રોજ આલિયાને ઘરે દીકરીનો જન્મ થયો હતો, સામાન્ય રીતે બાળકના જન્મ પહેલાં જ તેના નામકરણની તૈયારીઓ શરૂ કરી દે છે. તે જ પ્રકારે ફેન્સ પણ એ વાતને લઇને ઉત્સાહિત છે કે, આખરે આલિયા તેની દીકરીનું નામ શું રાખશે.

હજુ સુધી આલિયા અને રણબીર તરફથી નામ અંગે કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું, પરંતુ કેટલાંક રિપોર્ટ્સ એવું કહી રહ્યા છે કે, તેઓ આ દીકરીને રિશી કપૂરને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના સાથે કોઇ કનેક્શન હોય તે પ્રકારે રાખશે. આ સિવાય કેટલાંક એવો પણ ક્યાસ કાઢી રહ્યા છે કે, કદાચ આલિયાએ એક વીડિયોમાં પોતાની પસંદગીના નામનો ઉલ્લેખ કર્યો હતો અને કદાચ તે તેની દીકરીને પણ આ જ નામ આપે. જો તમે પણ બેબી ગર્લ માટે નામ શોધી રહ્યા છો અથવા આલિયાની દીકરીનું સંભવિત નામ શું હોઇ શકે છે, તેની સાથે અન્ય નામ અને તેના અર્થ વિશે જાણકારી આ આર્ટિકલમાં જાણો.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​શું છે નામ?

એક શો પર આલિયાએ અલ્મા નામ સાંભળ્યું હતું અને તેણે કહ્યું હતું કે, અલ્મા નામ ખૂબ જ સુંદર છે. બસ, ત્યારથી જ એ અફવા છે કે આલિયા તેની દીકરીને અલ્મા નામ આપી શકે છે. અલ્મા એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે પોષણ આપવું, દયાળુ અથવા દયાવાન અને આત્મા. તમે પણ આ નામ ઉપરાંત તેની સાથે ભળતા અન્ય અર્થવાળા નામ તમારી દીકરી માટે પસંદ કરી શકો છો.

(Image: Instagram/ @aliaabhatt)

આલિયાની બેબી ગર્લના જન્મ બાદ પ્રથમ પોસ્ટ

​આશ્વી અને ત્રિશિકા

જો તમારી દીકરીનું નામ અ પરથી છે તો તેને આશ્વી નામ આપી શકો છો. આશ્વીનો અર્થ થાય છે ધન્ય, દયાળુ અને વિજયી. આ દેવી સરસ્વતીના અનેક નામોમાંથી એક છે. જ્યારે ત્રિશિકા નામનો અર્થ થાય છે દેવી લક્ષ્મી અને ત્રિશૂળ. જો ઘરમાં સદૈવ દેવી લક્ષ્મીન કૃપા બનાવી રાખવા ઇચ્છો છો તો તમારી દીકરી માટે આ નામ પસંદ કરો.

​રુત્વી અને મિશિકા

આ નામ પણ બેબી ગર્લ માટે એકદમ પરફેક્ટ છે. રુત્વી નામનો અર્થ થાય છે એક પરી, હવામાન, પ્રેમ, સંત અને દયાળુ. જ્યારે મિશિકા નામનો અર્થ થાય છે ભગવાનનો પ્રેમ, સાકરની મિઠાશવાળી વ્યક્તિ.

​માહિરા

તમારી દીકરીનું નામ મ પરથી નિકળ્યું છે તો તમે માહિરા નામ પસંદ કરી શકો છો. માહિરીનો અર્થ થાય છે અત્યાધિક કુશળ, નિષ્ણાત, ત્વરિત, પ્રતિભાશાળી, શક્તિશાળી, એક જાણકાર અને વિશેષજ્ઞ વ્યક્તિ.Source link