દિશા પટનીએ હોટ પેન્ટ્સ છોડી પસંદ કર્યા શોર્ટ્સ, તેના સિમ્પલ અને ક્લાસી દેખાવે ખેંચ્યું લોકોનું ધ્યાન

 

દિશા પટની ન માત્ર તેની નેચરલ બ્યુટી અને એક્ટિંગ માટે જાણીતી છે પરંતુ ફેશનેબલ અને ગ્લેમરસ લૂકસ માટે પણ તેની ઘણી ચર્ચા થતી હોય છે. આ જ કારણ છે કે તેના રેડ કાર્પેટથી લઇ એરપોર્ટ લૂકસ એકદમ વાયરલ થઇ જાય છે. આમ તો માનવું જ પડશે કે દિશાની કપડા કેરી કરવાની રીત બીજી હસીનાઓથી અલગ છે, જેના કારણે તેના બધા જ લૂક્સમાં તેનો પર્સનલ ટચ સાફ દેખાઈ છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ તેનો એરપોર્ટ લૂક છે જે હાલમાં જ નજર આવ્યો હતો. કહેવામાં તો દિશા પટનીના કપડા એકદમ સિમ્પલ હતા પરંતુ તેની ઓવરઓલ વાઈબ્સ તમને ઈમ્પ્રેસ કરવામાં કોઈ કસર નથી છોડતી.Image Credit: Yogen Shah.

​બાસ્કેટબોલ શોર્ટ્સમાં નજર આવી

તેના લેટેસ્ટ લૂકની વાત કરીએ તો આ અભિનેત્રી બેબી પિંક કલરના કપડા પહેરેલી જોવા મળી હતી. તેણે હળવા રંગનો બાસ્કેટબોલ શોર્ટ્સ પહેર્યો હતો જેના ઉપર તેણે ક્રોપ્ડ લેન્થની ફ્રન્ટ ઝીપવાળી જેકેટ મેચ કરી હતી. લૂઝ શોર્ટ્સ અને ફિટ ટોપમાં તેના સુપર ટોન્ડ મિડ્રિફ ફ્લોન્ટ થઇ રહ્યું હતું જે ફિટનેસ ગોલ આપે છે.Image Credit: Yogen Shah.

​દિશા જ લાગી શકે છે સ્ટાઇલિશ

અભિનેત્રીએ તેના લૂકને સ્નિકર્સ, ખુલ્લા વાળ અને પિંક પર્સ સાથે રાઉન્ડ ઓફ કર્યું હતું. આ રીતે કેઝ્યુઅલ લૂકને કેરી કરી સ્ટાઇલિશ દેખાવું એ દરેકના કામની વાત નથી. તમે ખુદ જ જોઈ શકો છો કે આ લૂઝ શોર્ટ્સવાળા લૂકમાં પણ દિશા પટની ખુબ એટ્રેક્ટિવ લાગી રહી હતી.Image Credit: Yogen Shah.

​ઓલ વ્હાઈટ લૂકમાં કૂલ લૂક

દિશા પટની લાંબી હાઈટ ધરાવે છે જેના કારણે તેની બોડી એથ્લેઝર કપડામાં પણ ઘણી એટ્રેક્ટિવ દેખાઈ છે. તસવીરમાં દેખાતા આ એરપોર્ટ લૂકમાં તે વ્હાઈટ કલરના જોગર પેન્ટ, ટેંક ટોપ, સ્નિકર્સ અને બેઝબોલ કેપ પહેરેલ જોવા મળી હતી. આ સિમ્પલ લૂકમાં પણ અભિનેત્રી ઘણી કૂલ દેખાઈ રહી હતી. Image Credit: Yogen Shah.

​પ્રિન્ટેડ બોટમ્સ અને નૂડલ સ્ટ્રેપ્સવાળું ટોપ

દિશાના બીજા પણ એવા ઘણા એરપોર્ટ લૂકસ છે જેને ફક્ત દિશા જ આત્મવિશ્વાસ સાથે કેરી કરીને બધાનું ધ્યાન તેના તરફ ખેંચી શકે છે. આ ફોટોમાં તેને ફ્લેરેડ સ્ટાઇલ પ્રિન્ટેડ બોટમ્સ અને નૂડલ સ્ટ્રેપ ક્રોપ્ડ ટોપમાં જોઈ શકાય છે. તેના સાથે તેણે પિંક જેકેટ, પર્સ અને વ્હાઈટ શૂઝ મેચ કર્યા હતા.Image Credit: Yogen Shah.

​બેગી સ્ટાઈલ પેન્ટ્સ અને પાતળી કમર

આ એરપોર્ટ લૂક માટે દિશાએ જે પેન્ટ પસંદ કરી હતી તે કમ્ફી તો હતી જ પરંતુ તેની પ્રિન્ટ સ્ટાઈલ પણ કોશન્ટ વધારી રહી હતી. તેના ઉપર અભિનેત્રીએ સ્પોર્ટ્સ બ્રાઅને જેકેટ મેચ કર્યું હતું. આ કોમ્બિનેશનમાં વર્કઆઉટ લવર આતેની પાતળી કમર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી હતીImage Credit: Yogen Shah.

​રીપ્ડ જીન્સ છે ફેવરીટ

આમ તો ગ્લેમરસ લોકોને ક્લીન બોલ્ડ કરી દેતી આ હસીનાને રીપ્ડ જીન્સ સૌથી વધારે પસંદ આવે છે. તે ઘણી વખત તેની અલગ-અલગ સ્ટાઈલમાં જોવા મળી છે. ફોટોમાં દેખાતા એરપોર્ટ લુકમાં દિશા રીપ્ડ જીન્સ, સ્પોર્ટ્સ ટોપ અને નાઇકી સ્નિકર્સ પહેરેલી જોઈ શકાય છે, જેમાં તે ઘણી કૂલ દેખાતી હતી.Image Credit: Yogen Shah.

Source link