દિયરના લગ્નમાં ઇશા અંબાણી પર ભારે પડી દેરાણીની સુંદરતા, લહેંગા પરથી નહીં હટે નજર

Isha Ambani’s post on Aditya Shah & Pragya Saboo wedding: ભારતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, તેમાં મેરેજ ફંક્શનની મોજ-મસ્તીનો નજારો મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણીના સાસરીમાં પણ જોવા મળ્યો. ઇશાના દિયર આદિત્ય શાહે તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ પ્રજ્ઞા સાબૂ સાથે લગ્ન કરી લીધા છે.

આનંદ પીરામલના મામાના દીકરા આદિત્ય શાહે વર્ષ 2020માં તેની ગર્લફ્રેન્ડ પ્રજ્ઞા સાબૂ સાથે લગ્ન કર્યા હતા. જેમાં તેઓના ક્લોઝ ફ્રેન્ડ્સ, પરિવાર ઉપરાંત પીરામલ ફેમિલી પણ હાજર રહ્યું હતું. આ ખાનદાનની પુત્રવધૂ ઇશા અંબાણી પણ લગ્નમાં તેના સાસુ-સસરા સાથે પહોંચી હતી. ઇશાએ આ દરમિયાન પરિવારની વહૂ તરીકેની જવાબદારીઓ નિભાવી એટલું જ નહીં, પણ દેવરાનીને ટક્કર આપવા માટે તે સુંદર રીતે તૈયાર પણ થઇ હતી. હા એ વાત અલગ છે કે, દુલ્હન તરીકે સજેલી ઇશા અંબાણીની દેરાણીનો લૂક તેના પર ભારે પડી ગયો.

(Images: Instagram/ @thephotodiary3)

​લહેંગામાં ખાસ કલર-કોમ્બિનેશન

આ લગ્નમાં ઇશાની દેરાણી પ્રજ્ઞાએ પોતાના લહેંગા માટે અલગ જ કલર-કોમ્બિનેશન પસંદ કર્યુ હતું. સામાન્ય રીતે દુલ્હન બનતી યુવતી પોતાના લગ્નના દિવસ માટે લાલ રંગના આઉટફિટ્સ પસંદ કરે છે, પરંતુ પ્રજ્ઞા સાબુએ આ દરમિયાન બેંગની રંગના લહેંગા પર પસંદગી ઉતારી હતી.

​કસ્ટમ-મેડ આઉટફિટ્સ

આદિત્ય શાહ સાથે સાત ફેરા લેતી વખતે પ્રજ્ઞાએ વાયોલેટ કલર પસંદ કર્યો હતો, જેને ભારતની જાણીતી ફેશન ડિઝાઇનર અનામિક ખન્ના (Anamika Khanna)એ ડિઝાઇન કર્યા હતા. આ લહેંગામાં મલ્ટીકલર તારનો ઉપયોગ કરીને સુંદર એમ્બ્રોયડરી કરવામાં આવી હતી. જ્યારે જરી-જરદોશી એમ્બ્રોયડરીથી જડાઉ લૂક આપવામાં આવ્યો હતો. આ આઉટફિટની પેટર્ન મોનોટોન લૂકમાં રાખવામાં આવી હતી, જેમાં દુલ્હનના લૂકને કમ્પલિટ કરવા માટે અને કોન્ટ્રાસ્ટિંગ ઇફેક્ટ ક્રિએટ કરવા માટે પિંક કલરનો એક્સટ્રા દુપટ્ટા એડ કરવામાં આવ્યો હતો.

​વ્હાઇટ ચૂડા અને ડિઝાઇનર કંગન

યૂનિક કલરના લહેંગાની સાથે પ્રજ્ઞાએ સફેદ રંગના ચૂડા પહેર્યા હતા, જેની સાથે ડિઝાઇનર કંગન મેચ કરવામાં આવ્યા હતા. આ સિવાય પર્લ બીડ્સથી બનેલા હાથફૂલ પહેર્યા હતા, જે લહેંગાના સ્કર્ટ પોર્શનની એમ્બ્રોયડરી સાથે મેચ કરતા હતા. આ સાથે જ તેણે ગોલ્ડ-રૂબી એન્ડ પર્લ સ્ટડેડ ચોકર નેકલેસ, મેચિંગ ઇયરિંગ્સ અને માગટિકા પહેર્યા હતા. જ્યારે નથના બદલે સિમ્પલ નોઝ રિંગ તેના લૂકને ઓર સ્ટનિંગ બનાવી રહી હતી.

​સબ્યસાચીના લહેંગામાં ઇશા અંબાણી

દિયરના લગ્ન અટેન્ડ કરવા પહોંચી ઇશા અંબાણીએ આ દરમિયાન ડાર્ક ગ્રે કલર કોમ્બિનેશન લહેંગા પહેર્યો હતો, જેને હેવી પેનલની સાથે જડાઉ લૂક આપવામાં આવ્યો હતો. આ એક પ્રકારે થ્રી પીસ સેપરેટ્સ સેટ્સ હતો જેમાં મોનોટોન પેટર્નવાળી ચોલીની સાથે મેચિંગ દુપટ્ટા અને એ-લાઇન સ્કર્ટ સામેલ હતા. આ આઉટફિટને ભારતના જાણીતા ફેશન ડિઝાઇનર સબ્યસાચીના કલેક્શનમાંથી પિક કરવામાં આવ્યો હતો. જેને તૈયાર કરવા માટે સિલ્ક, શિફૉન, જાળી, કેનવાસ, સેટિન જેવા મિક્સ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે લગ્નના બંધનમાં બંધાયેલી કઇ એક્ટ્રેસનો બ્રાઇડલ લૂક રહ્યો ટોપ પર! Wedding Albumની તસવીરો

Debolina જ નહીં, આ એક્ટ્રેસિસે પણ કર્યા હતા સિક્રેટ મેરેજ; દુલ્હનના તરીકે ફોટો રિલિઝ કર્યા બાદ થયો હતો ખુલાસો

Source link