ડેન્ટિસ્ટના ભારેખમ બિલથી બચો, ઘરે માત્ર 20 રૂ.માં બનાવો આયુર્વેદિક પાઉડર; દાંત બનશે દૂધ જેવા સફેદ

Whiten your Teeth Naturally: શરીરમાં અન્ય અંગોની માફક જ દાંતની દેખભાળ પણ એટલી જ જરૂરી હોય છે. ખાન-પાનની ખોટી રીત અને ઓરલ હાઇજિન પર પુરતુ ધ્યાન નહીં આપવાના કારણે દાંતમાં પીળાશ આવી શકે છે. આમ તો દાંત પીળા હોવા કોઇ બીમારી નથી પરંતુ જો તેની યોગ્ય રીતે સાફ-સફાઇ કરવામાં ના આવે તો દાંત અને પેઢાં સાથે જોડાયેલી અનેક ગંભીર સમસ્યાઓ થઇ શકે છે.

પીળા દાંત તમારાં કોન્ફિડન્ટ અને સ્માઇલને અસર કરી શકે છે, આમ તો દાંતને સાફ અને ચમકદાર બનાવવાના ઉપાયમાં કંઇ પણ ખાધા બાદ કોગળા કરવા અથવા દિવસમાં બે વખત બ્રશ કરવાનું સામેલ છે. પરંતુ કેટલાંક ઘરેલૂ ઉપાયની મદદથી પણ દાંતની પીળાશ દૂર કરી શકાય છે. આ માટે ઘણાં એવા ઉપાય છે જેને દાંતના ઇનેમલને નુકસાન પહોંચાડ્યા વગર જ અજમાવી શકાય છે.

નોઇડાના સેક્ટર 27 સ્થિત આયુર્વેદિક ક્લિનિકના ડાયરેક્ટર ડોક્ટર કપિલ ત્યાગી (Dr. Kapil Tyagi, Ayurveda Doctor, Noida)એ જણાવ્યું કે, દાંત પર જામેલી પીળાશને દૂર કરવા માટે ડેન્ટિસ્ટ ઓછામાં ઓછા બે હજાર રૂપિયા સુધી ચાર્જ લે છે. માર્કેટમાં મળતા પ્રોડક્ટ્સ મોંઘા હોય છે અને તેમાં કેમિકલ રહેલું હોય છે. આથી તમે પીળાશ દૂર કરવા અને દાંતને સફેદ ચમકદાર બનાવવા માટે વર્ષો જૂની આયુર્વેદિક પદ્ધતિનો ઘરે બેઠાં જ ઉપયોગ કરી શકો છો.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

મોંઢાનો સડો લિવર કેન્સરના જોખમમાં કરશે 75 ટકા સુધી વધારો, નિદાન અને ઉપાયથી આ જીવલેણ બીમારીથી બચો

​રસોડાંની આ વસ્તુઓથી બનાવો પાઉડર

આ પાઉડર તૈયાર કરવા માટે તમારે એક ચમચી સિંધવ લૂણ, એક ચમચી લવિંગ પાઉડર, એક ચમચી તજ પાઉડર, એક ચમચી મુલેઠી, લીમડાના સૂકા પાન અને પુદીનાના સૂકા પાનની જરૂર પડશે. આ તમામ સામગ્રીને પીસીને બારીક ચૂર્ણ બનાવી લો. બસ તમારો પાઉડર તૈયાર છે. ભવિષ્યમાં તેના ઉપયોગ માટે એક એરટાઇટ કન્ટેનરમાં તેને સ્ટોર કરી શકાય છે.

​પાઉડરનો ઉપયોગ

એક ચમચી ટૂથ પાઉડર લો અને બ્રશની મદદથી હળવા હાથે દાંતને સાફ કરો, ત્યારબાદ મોંઢામાં પાણી ભરીને કોગળા કરો. એક અઠવાડિયા સુધી આવું કરવાથી તમારાં દાંતના રંગમાં ચોક્કસથી ફરક જોવા મળશે.

​પાઉડરની ખાસિયત

સિંધવ લૂણ તમારાં દાંતને નેચરલ રીતે સફેદ રંગ આપે છે. જ્યારે મુલેઠી અને લીમડો પેઢાના સ્વાસ્થ્યને સુધારે છે. સેન્સિટિવ દાંતવાળા લોકો માટે આ પાઉડર અત્યંત ફાયદાકારક છે, કારણ કે તજ અને લવિંગ દાંતના દુઃખાવાને દૂર કરવા માટે અકસીર છે.

​દાંતની દેખભાળ માટે અન્ય ઉપાય

  • નિયમિત રીતે દાંતોનું ચેકઅપ કરાવતા રહો અને દિવસમાં બે વખત બ્રશ કરો. આ સિવાય ફ્લૉસ કરવાનું ના ભૂલો.
  • વધારે લાંબા સમય સુધી અથવા જોરજોરથી ઘસીને બ્રશ ના કરો, આનાથી દાંતના ઇનેમલને નુકસાન થઇ શકે છે
  • મીડિયમ અથવા હાર્ડ બ્રશના બદલે સોફ્ટ બ્રશનો ઉપયોગ કરો
  • મધ્યમ અથવા કઠોર બ્રશથી ઇનેમલ ઘસાઇ જાય છે
  • બ્રશ કરતી વખતે સ્ટ્રોક વર્ટિકલ રાખો, આ માટે તમે ઓટોમેટિક બ્રશ પણ ટ્રાય કરી શકો છો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

હાર્ટ અટેક આવવાનો સંકેત છે દાંતમાં મહિના પહેલાં જોવા મળતા આ બદલાવ, આયુર્વેદ ડોક્ટરે જણાવ્યા ઉપાય

Source link