ડીઝલ 25 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું, જાણો કોને થશે અસર!

 

ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો વધારો

ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો વધારો

રાહતની વાત એ છે કે પેટ્રોલ પંપ પર છૂટક ખરીદદારો માટે દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, છૂટક ઉપભોક્તા એટલે કે તમને આ વધેલી કિંમતનીઅસર નહીં થાય.

25 રૂપિયા પ્રતિ લીટરના આ વધારા બાદ ડીઝલની કિંમત બલ્ક ગ્રાહકો માટે 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે. મુંબઈમાં જથ્થાબંધ ગ્રાહકોનેવેચવામાં આવતા ડીઝલની કિંમત હવે વધીને 122.05 લીટર થઈ ગઈ છે, જ્યારે છૂટક ગ્રાહકોની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

આવા સમયે, દિલ્હીમાંડીઝલની કિંમત બલ્ક ગ્રાહકો માટે 115 રૂપિયા પ્રતિ લીટર અને છૂટક ગ્રાહકો માટે 86.67 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 4 નવેમ્બર 2021થીપેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

આ વધારાથી કોને અસર થશે?

આ વધારાથી કોને અસર થશે?

ઉલ્લેખનીય છે કે, ડીઝલની કિંમતોમાં વધારાની અસર માત્ર જથ્થાબંધ વેપારીઓ પર પડશે. આ જથ્થાબંધ વેપારીઓમાં સરકારી બસનો કાફલો, મોલ, એરપોર્ટ, પાવરજનરેશન ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે, જેઓ મોટી માત્રામાં ડીઝલ મેળવે છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ પણ ઓઈલ કંપનીઓએ સામાન્ય જનતા માટે પેટ્રોલઅને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેલ કંપનીઓએ 137માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યા નથી.

SMSથા તમારા શહેરમાં ડીઝલની કિંમત

SMSથા તમારા શહેરમાં ડીઝલની કિંમત

જો તમે પણ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વિશે જાણવા માગો છો, તો તમે SMS દ્વારા જાણી શકો છો. આ માટે તમારે એક નંબર પર મેસેજ મોકલવોપડશે.

ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ RSP લખીને 9224992249 પર SMS મોકલવાનો રહેશે, જ્યારે HPCL ગ્રાહકોએ 9222201122 નંબર પર HPPRICE મોકલવાનો રહેશે.

Source link