ડિવોર્સ નહીં ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરશે મોહિત રૈના, Wedding Album પર કરો નજર

 

Mohit Raina Wedding Photos: ટેલિવિઝનની સૌથી પોપ્યુલર સીરિયલ દેવો કે દેવ… મહાદેવ (Devo Ke Dev Mahadev)માં લીડ રોલ પ્લે કરનાર મોહિત રૈના હાલ સમાચારમાં છે, તેની પાછળનું કારણ એક્ટરનું જીવન છે. આવનારા જાન્યુઆરી મહિનામાં લગ્નની પ્રથમ એનિવર્સરી સેલિબ્રેશન અગાઉ જ મોહિત તેની પત્ની અદિતિ શર્મા (Aditi Sharma) સાથે ડિવોર્સ લઇ રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

મોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી લગ્નની તમામ તસવીરો ડિલિટ કરી દીધી હતી, જે જોતાં જ લોકોએ અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું હતું કે તેના લગ્નજીવનમાં કંઇક ગરબડ ચાલી રહી છે. આ વાતને હવા એ સમય મળી જ્યારે મોહિત રૈનાએ એક તસવીર શૅર કરીને લખ્યું, – નવી શરૂઆત. મોહિત અને પત્ની અદિતિ એકબીજાંને સોશિયલ મીડિયા પરથી પણ અનફૉલો કરી દીધા છે. જો કે, આ વિવાદને અટકાવવા માટે મોહિતે પોતાની લાઇફમાં કે લગ્નજીવનમાં કોઇ મુશ્કેલીઓ નહીં હોવાનું મીડિયામાં નિવેદન આપ્યું છે. મોહિતે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મને નથી ખબર કે આ અફવાઓ કેવી રીતે અને ક્યાંથી શરૂ થઇ, હું હેપ્પીલી મેરિડ છું અને મારાં લગ્નની પ્રથમ એનિવર્સરી પણ સેલિબ્રેટ કરીશ.

આ ચર્ચા સાથે જ લોકોને વધુ ઉત્સુકતા એ બાબતની છે કે મોહિત રૈનાએ પોતાના લગ્નના તમામ ફંક્શન્સને પ્રાઇવેટ શા માટે રાખ્યા હતા. આ સેરેમની નજીકના મિત્રો અને ફેમિલી વચ્ચે થઇ હોવા છતાં તેના લગ્નની તસવીરો લાઇમલાઇટમાં રહી હતી. જેની પાછળનું કારણ હતું તેની પત્ની અદિતિ શર્માનો બ્રાઇડલ લૂક.

(Images: Instagram/ @merainna)

આ વર્ષે લગ્નના બંધનમાં બંધાયેલી કઇ એક્ટ્રેસનો બ્રાઇડલ લૂક રહ્યો ટોપ પર! Wedding Albumની તસવીરો

​ફોટોમાં કમાલની કેમેસ્ટ્રી

મોહિત રૈનાએ લાખો યુવતીઓનું દિલ એ સમયે તોડ્યું જ્યારે નવા વર્ષની શરૂઆતમાં જ અદિતિ શર્મા સાથે પોતાના લગ્નની તસવીરો શૅર કરી. આ તસવીરોમાં કપલને ટ્રેડિશનલ ઇન્ડિયન આઉટફિટ્સમાં જોઇ શકાય છે. સાત ફેરા માટે મોહિત અને અદિતિએ જે કલર કોમ્બિનેશનના આઉટફિટ્સ પસંદ કર્યા હતા તે સાથે જ તેઓની કેમેસ્ટ્રી પણ જોવાલાયક હતી.

​મોહિતની શેરવાની

લગ્ન માટે મોહિતે આઇવરી શેડની શેરવાની પહેરી હતી અને સાથે ફેધર વર્ક પાઘડી પહેરી હતી. એક્ટરના આઉટફિટ પર ગોલ્ડન તારથી હાથ એમ્બ્રોયડરી કરવામાં આવી હતી, જેના કારણે શેરવાનીને જડાઉ લૂક મળી રહ્યો હતો. આ લૂકને મોહિતે સી-ગ્રીન સાઇડ દુપટ્ટાની સાથે રાઉન્ડ ઓફ કર્યો હતો. જેની સાથે કોન્સ્ટાસ્ટિંગ ઇફેક્ટ માટે ગળામાં એમારલ્ડ બીડ્સથી તૈયાર કરાયેલો રાની હાર પહેર્યો હતો.

​સુંદર લહેંગામાં અદિતિ

દુલ્હા બનેલા મોહિત રૈનાનો લૂક તો સેરેમનીમાં છવાયેલો હતો પણ તેની પત્ની અદિતિએ પણ પોતાની સુંદરતાને ફ્લૉન્ટ કરવામાં કોઇ કસર છોડી નહતી. તેણે પોતાના માટે પેસ્ટલ કલર લહેંગા પસંદ કર્યો હતો. જેના પર રેશમના તારથી હાથ દ્વારા નકશીદાર વર્ક કરવામાં આવ્યું હતું. આ લહેંગાને હાથથી જટિલ એમ્બ્રોયડરીથી સજાવવામાં આવ્યો હતો. તેને બનાવવા માટે મટકા સિલ્ક જેવા ક્લાસિક ફેબ્રિકનો ઉપયોગ થયો છે. એટલું જ નહીં, આઉટફિટમાં હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ અને રિચ કલ્ચરનો સંગમ જોવા મળે છે.

​આ રીતે કરી પોતાને સ્ટાઇલ

દુલ્હન બનવા માટે અદિતિએ જે લહેંગા સિલેક્ટ કર્યો હતો તેમાં સિલ્ક મે સ્કર્ટને બોલરૂમ લૂક આપવામાં આવ્યો છે. આ લહેંગાની સાથે અદિતિએ સરખા જ રંગની ચોલી પહેરી હતી અને સી-ગ્રીન કલરનો દુપટ્ટો લીધો હતો. ચોલીમાં ડીપ પ્લન્જિંગ નેકલાઇન બની હતી, જેની સ્લિવ્સને હાફ લૂકમાં રાખવામાં આવી હતી. બ્લાઉઝના બેક પોર્શનને ફૂલ ઓન કવર કરવામાં આવ્યો હતો. બ્રાઇડલ લૂકને કમ્પલિટ કરવા માટે એક્ટ્રેસે પરફેક્ટ અને સટલ મેકઅપ કર્યો હતો અને જ્વેલરી પણ મિનિમલ લૂકમાં રાખી હતી.

Source link