ડિલિવરી બાદ લટકી ગયેલા પેટને શેપમાં લાવવા ગાયનેકોલોજીસ્ટે જણાવી સરળ પદ્ધતિ, અજમાવી જૂઓ

 

Abdominal Binder Belt after C-section: એક સ્ત્રી જ્યારે માતા બને છે તો તેનો બોડી શેપ સંપુર્ણ રીતે બદલાઇ જાય છે. ડિલિવરી બાદ શરીરનો આકાર પહેલાં જેવો નથી રહેતો. પ્રેગ્નન્સી બાદ મહિલાઓને અનેક પ્રકારની શારિરીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે, ખરતા વાળ, કમજોરી અને થાક, મૂત્રાશય કમજોર થવું વગેરે. આ સિવાય પણ એક સમસ્યા રહે છે તે છે પેટ ફૂલાઇ જવું. પ્રેગ્નન્સી અને ડિલિવરી બાદ ઘણીવાર મહિલાઓના પેટની ચરબી વધી જાય છે અને તેને ઘટાડવા માટે તેઓ દરેક સંભવ પ્રયાસ કરતાં જ હોય છે.

કહેવાય છે કે, ડિલિવરી બાદ પેટ પર કપડું બાંધીને રાખવાથી પોસ્ટપાર્ટમ બેલીને ઘટાડવામાં મદદ મળે છે. જો તમે પણ પ્રેગ્નન્સી બાદ ફૂલી ગયેલા પેટને ઘટાડવા માટે આ રીતનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો, મધર્સ લેપ આઇવીએફ સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર અને આઇવીએફ એક્સપર્ટ ડોક્ટર શોભા ગુપ્તા (Dr. Shobha Gupta, CEO of Mother’s Lap IVF Centre) પાસેથી જાણો આ ઉપાય કારગત રહે છે કે નહીં.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​શું કહે છે ડોક્ટર

ડોક્ટર અનુસાર, પ્રસવ બાદ એબ્ડોમિનલ બાઇડિંગથી ફાયદો થાય છે. ડિલિવરી બાદ નવી માતાની દેખભાળમાં એબ્ડોમિનલ બાઇડિંગનું ખૂબ મહત્વ હોય છે. જો તમે પણ પ્રેગ્નન્સી બાદ તમારાં વધી ગયેલા પેટને શેપમાં લાવવા ઇચ્છો છો તો એબ્ડોમિનલ બાઇડિંગની રીત અજમાવી શકો છો.

​શું છે એબ્ડોમિનલ બાઇડિંગ

તમારે દરરોજ નાહ્વાના 5થી 6 કલાક બાદ પેટ પર લાંબુ સુતરાઉ કાપડ અથવા બેલ્ટને થોડો ટાઇટ રાખીને બાંધવાનો છે. આનાથી પીઠ અને પેટને ઘણો સપોર્ટ મળે છે. ગર્ભાશય સર્વિક્સમાં થતા દર્દથી તેમાં રાહત મળે છે અને ડિલિવરી બાદ લટકી ગયેલા પેટને ફરીથી શેપમાં લાવવામાં મદદ મળે છે. આનાથી બ્રેસ્ટફિડિંગ માટે પોશ્ચરને ઠીક કરવામાં પણ મદદ મળે છે.

​સિઝેરિયન બાદ એબ્ડોમિનલ બાઇડિંગ

જો તમને સિઝેરિયન ડિલિવરી થઇ છે, તો ડિલિવરી બાદ તરત જ બેલી બાઇન્ડિંગનો ઓપ્શન ના અજમાવવો જોઇએ. જ્યારે ઓપરેશનના ઘા સંપુર્ણ રીતે રૂઝાઇ જાય અને ભરાઇ જાય ત્યારબાદ જ આ રીત અજમાવી શકાય છે. સર્જરીવાળા સ્થળ પર વધારે પડતાં દબાણના કારણે ઇન્સિઝનલ હર્નિયા થઇ શકે છે. કપડાંથી પણ ઘાવાળી જગ્યા પર બળતરાં થઇ શકે છે.

​એબ્ડોમિનલ બાઇડિંગના ફાયદા

નોર્મલ અથવા સિઝેરિયન ડિલિવરી બાદ એબ્ડોમિનલ બાઇડિંગથી પેટને અમુક હદ સુધી શેપમાં લાવવામાં મદદ મળે છે. આનાથી પેટની સાથે સાથે પેલ્વિક ભાગના અનેક અંગોને ફરીથી પોઝિશનમાં લાવી શકાય છે. આ ઉપાય કરવાથી નવી માતાઓને પ્રેગ્નન્સી અગાઉનું બોડી પોશ્ચર જરા ઝડપથી મળી જાય છે અને તેઓ અગાઉ કરતાં વધારે ફિટ થઇ જાય છે. આનાથી ઢીલા થયેલા લિગામેન્ટો સંતુલિત થાય છે અને પીઠના નીચેના ભાગમાં થતા દર્દથી છૂટકારો મળે છે. આનાથી માતાને બેબીને લાંબા સમય સુધી પકડવામાં મદદ મળે છે.

​કેવી રીતે કરશો એબ્ડોમિનલ બાઇડિંગ

  • આ માટે સૌથી પહેલાં 5થી 6 મીટર લાંબુ સુતરાઉ કાપડ લો
  • તેને પેટના નીચેના ભાગથી લઇને ઉપરના ભાગ સુધી આરામથી બાંધવાનું શરૂ કરો. ધ્યાન રાખો કે કપડાંને પેટ પર 4થી 5 વાર લપેટવાનું છે.
  • હવે પેટના ડાબે તરફથી કાપડને બાંધી દો, તેને વધારે ટાઇટ બાંધીને ના રાખો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Source link