ડાયેટમાં ઉમેરો આ વિટામીન્સ, 50ની ઉંમર સુધી દેખાશો યુવાન!

 

વધતી ઉંમરમાં ચામડી સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ એક પછી એક આવવાની શરુ જ થઈ જતી હોય છે. બ્યૂટી પ્રોડક્ટ્સ અને અન્ય ટ્રીટમેન્ટ પછી પણ ચહેરા પર ગ્લો દેખાતો નથી. દરેક સમયે કોઈને કોઈ પરેશાની તો આવતી જ રહેતી હોય છે. એક તો તણાવગ્રસ્ત જિંદગી અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે પરેશાનીઓ બમણી ઝડપથી વધે છે. ખીલ, ડાઘ-ધબ્બાઓ, કરચલી વગેરે જેવી અનેક સમસ્યાઓ હેરાન પરેશાન કરતી હોય છે. જેને લઈને લોકો પરેશાન રહે છે. આ પરેશાનીઓનો સામનો કરવા માટે તેમજ ઉકેલ લાવવા માટે એ જરુરી છે કે તમે કેટલાક વિટામીન્સનો પણ ડેઈલી રુટિનમાં સમાવેશ કરો.

એક્સપર્ટ અનુસાર, ચામડીને ગ્લોઈંગ બનાવવા માટે બહાર અને અંદર બન્ને રીતે ધ્યાન આપવા જોઈ. વિટામીનથી ભરપૂર આ સ્કિન કેર પ્રોડક્ટ્સને લગાવવાની સાથે જ પોતાના ડાયેટમાં પણ તેનો સમાવેશ કરવો જોઈએ. જેની મદદથી ત્વચા લાંબા સમય સુધી સુંદર લાગી શકે છે. ડર્મીટોલોજિસ્ટ ચિત્રાના જણાવ્યાનુસાર, એ ધ્યાન રાખવું જોઈએ કે તમે તમારી ચામડીની કાળજી માટે જે પણ પ્રોડક્ટ્સ ઉપયોગ કરો છો, તે વિટામીનથી ભરપૂર હોય.

​વિટામીન એ

હેલ્ધી સ્કિન માટે વિટામીન એને પોતાના ડેઈલી રુટિનમાં ઉમેરો. આ ત્વચાને ચમકદાર બનાવવાની સાથે જ ફાઈન લાઈન્સ તેમજ ખાડા અને કાળા ધબ્બાઓને પણ આછા કરવામાં મદદ કરશે. વિટામીન એ યુક્ત સ્કિન કેર પ્રોડક્ટની વાત કરવામાં આવે તો તેના માટે રેટિનોઈડ્સનો ઉપયોગ કરી શકાય છે.

​વિટામીન બી3

-3

વિટામીન બી3નું એક રુપ છે નિયાસિનમાઈડ. જેના ઉપયોગથી તમે તમારી ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખી શકો છો. વિટામીન બી3 કોશિકાઓને ઉર્જા પહોંચાડીને ચામડીને નવીન્યકરણ પણ આપે છે. ખીલના નિશાન, હાઈપરપિગમેન્ટેશન જેવી મુશ્કેલીઓથી પણ છુટકારો અપાવે છે.

​વિટામીન બી5

-5

દાળ, માછલી, દૂધ, દહીં જેવી અનેક વસ્તુઓ છે, જે વિટામીન બી5થી ભરપૂર હોય છે. જે ઉપરાંત સ્કિન કેર પ્રોડક્ટ્સની વાત કરવામાં આવે તો પેન્થેનોલ વિટામીન બી5નું પણ એક રુપ હોય છે. પેન્ટોથેનિક એસિડ વોટર લોસને રોકે છે અને ભીનાશ જાળવવામાં પણ મદદરુપ થાય છે. જેના કારણે ડ્રાઈનેસ, ફ્લાકીનેસ અને ખંજવાળની સમસ્યાને દૂર કરી શકાય છે.

​વિટામીન સી

ડાયેટ અને સ્કિનકેર રુટીનમાં વિટામીન સી યુક્ત ચીજવસ્તુઓને સામેલ કરવાથી ફ્રી રેડિકલ ડેમેજ અને સમય પહેલા જ કરચલી પડવાની મુશ્કેલીઓને દૂર કરવા માટે પણ મદદમળે છે. પિગમેન્ટેન્શન અને સમય પહેલા જ દેખાતી કરચલીઓ જેવી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ મદદ મળી શકે છે. સ્કિન કેર પ્રોડક્ટ્ માટે એલ એસ્કોર્બિક એસિડનો ઉપયોગ કરી શકો છો.

​વિટામીન ઈ

વિટામીન ઈ કોલેજન તેમજ ઈલાસ્ટિનના બાયોસિન્થેસિસમાં મદદગાર સાબિત થઈ શકે છે. તેના સેવનથી ત્વચાને ફરીથી નવસજીવન કરવામાં પણ મદદ મળે છે. વિટામીન ઈનું રુપ છે ટોકોફેરોલ, જેને પણ તમે રુટિન કેરમાં સામેલ કરી શકો છો.

​વિટામીન કે

ડાર્ક સર્કલ, સોજો તેમજ જે જગ્યાએ ઈજા થઈ ગઈ હોય તેને ઘાવ ભરવા માટે વિટામીન કે ખૂબ જ જરુરી છે. પાલક, બ્રોકલી વગેરે જેવી લીલા શાકભાજી પણ વિટામીનથી ભરપૂર હોય શકે છે. ચામડી સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે આ લીલા શાકભાજીને ડાયેટમાં સામેલ કરવાથી તમને પણ ફાયદો પહોંચાડી શકે છે.

Source link