ટ્વીટર પર ટ્રમ્પની વાપસી, એલોન મસ્કે કહી આ વાત

 

Trump is back on twitter : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પનું ટ્વીટર અકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું છે. એલાન મસ્કની જાહેરાત હવે ડોનાલ્ટ ટ્રમ્પની ટ્વીટરમાં ફરીથી એન્ટ્રી થઇ ગઇ છે. એલોન મસ્કે ડોનાલ્ટ ટ્રમ્પનું એકાઉન્ટ ફરીથી શરૂ કરી દીધુ છે. એલોન મસ્કે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, એક સર્વે કર્યા પછી ડોનાલ્ટ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ ફરીથી શરૂ કરી દેવામાં આવશે. જે બાદ એવું જ કરવામાં આવ્યું હતું.

 

Twitter

 

ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ 22 મહિના બાદ ફરી ટ્વીટર પર પરત ફર્યા છે. ટ્રમ્પનું ટ્વીટર હેન્ડલ ફરી સક્રિય થયું છે. એલોન મસ્ક દ્વારા વોટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, એક દિવસ પહેલા ઇલોન મસ્કે એક પોલ કરાવ્યો હતો, જેમાં તેણે પૂછ્યું હતું કે, શું ટ્રમ્પનું એકાઉન્ટ રિસ્ટોર કરવું જોઈએ? આ પોલમાં મોટાભાગના લોકોએ ટ્રમ્પના સમર્થનમાં વોટ આપ્યા હતા.

એલોન મસ્કે શુક્રવારની સાંજે ટ્વીટર પર એક પોલ પોસ્ટ કર્યું હતું. જેમાં તેણે લોકોને પૂછ્યું કે, શું ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વીટર પર રિસ્ટોર કરવા જોઈએ કે નહીં? આ માટે એલોન મસ્કે લોકોને વોટ કરવાની અપીલ પણ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલોન મસ્કના પોલમાં લગભગ 15 મિલિયન લોકોએ હામાં જવાબ આપ્યો છે. લગભગ 55 થી 60 ટકા લોકોએ જણાવ્યું હતું કે, ટ્રમ્પનું એકાઉન્ટ રિસ્ટોર કરવું જોઈએ, જ્યારે 45 ટકા લોકોએ આ વાત વિરોધ કર્યો હતો.

એલોન મસ્કે 20 નવેમ્બરના રોજ ટ્વીટ કર્યું હતું કે, લોકો બોલ્યા છે, ટ્રમ્પનું ટ્વીટર અકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર અકાઉન્ટ એલોન મસ્કના ટ્વીટની થોડી મિનિટો બાદ રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021 માં હિંસા અને ભડકાઉ ટિપ્પણીના આરોપમાં ટ્વીટર પર ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટને કાયમી ધોરણે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું.

 

Source link