ટ્વિટર પછી કોકા-કોલા ખરીદવા જઈ રહ્યા છે એલન મસ્ક, આમાં કોકીન નાખવાનુ આપ્યુ વચન | Elon Musk all set to buy coca cola to put cocaine back in.

 

વૉશિંગ્ટનઃ સોશિયલ મીડિયા કંપની ટ્વિટરને ખરીદ્યા બાદ એલન મસ્ક હવે કોકા-કોલાને ખરીદવા માંગે છે. એલન મસ્કે ટ્વિટ કરીને લખ્યુ કે તે ટૂંક સમયમાં કોકા-કોલાને ખરીદશે અને તેમાં કોકીન નાખશે. જો કે, એલન મસ્કે આ હળવા અંદાજમાં કહ્યુ છે અને ત્યારબાદ બીજુ ટ્વિટ કરીને લખ્યુ, ટ્વિટરને સૌથી વધુ મઝાવાળી જગ્યા બનાવીએ. એલન મસ્કના આ ટ્વિટ પર યુઝરે લખ્યુ તે તમે મેકડોનલ્ડને ખરીદી લો અને તેની બધી આઈસક્રીમવાળી મશીનને ઠીક કરી દો. જેના સ્ક્રીનશૉટને ટ્વિટ કરીને મસ્કે લખ્યુ – જુઓ ભાઈ હું કોઈ ચમત્કાર નથી કરી શકતો.

 

elon musk

 

તમને જણાવી દઈએ કે એલન મસ્કે મંગળવારે ટ્વિટરની 100 ટકા ભાગીદારી ખરીદી લીધી. તેમણે કુલ 44 બિલિયન ડૉલરમાં ટ્વિટરને ખરીદ્યુ. સાથે જ જે લોકો પાસે ટ્વિટરના શેર હતા તેને 54.20 ડૉલર પ્રતિ શેર આપશે. છેલ્લા ઘણા સપ્તાહોથી એલન મસ્ક અને ટ્વિટર વચ્ચે આ ડીલ વિશે ચર્ચા થઈ રહી હતી. એલન મસ્કે કહ્યુ હતુ કે ટ્વિટરમાં જબરદસ્ત ક્ષમતા છે અને તે આને સંપૂર્ણપણે લોકો સામે લાવવા માંગે છે. જો કે, પહેલા ટ્વિટર બોર્ડે એલન મસ્કના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો પરંતુ બાદમાં કંપનીએ મસ્કના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

નોંધનીય વાત છે કે પહેલા મસ્કે ટ્વિટરમાં 9.2 ટકાની ભાગીદારી ખરીદી હતી. જો કે, તે કંપનીના બોર્ડમાં શામેલ ન થયા. 9.2 ટકા ભાગીદારી ખરીદ્યા બાદ મસ્ક કંપનીમાં બીજા મોટા રોકાણકાર બની ગયા હતા. પહેલા નંબરે વેનગાર્ડ હતા જેમની પાસે 10.3 ટકા ભાગીદારી હતી. ટ્વિટરની ભાગીદારી ખરીદ્યા બાદ કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલે તેમનુ બોર્ડમાં સ્વાગત કર્યુ પરંતુ તેમણે આ પ્રસ્તાવને ફગાવી દીધો. ત્યારબાદ ટ્વિટર અને એલન મસ્ક વચ્ચે ટકરાવ ચાલી રહ્યો હતો.

Source link