જાણો ક્યારે અને કેવી રીતે થશે સુર્યનો અંત, વૈજ્ઞાનિકોએ કરી ભવિષ્યવાણી

અંતરિક્ષમાં અવારનવાર એવી ઘટનાઓ બનતી રહે છે, જેના કારણે વૈજ્ઞાનિકો ચોંકી જાય છે. આ સાથે આકાશગંગા અને સૌરમંડળ પર વૈજ્ઞાનિકો સતત સંશોધન કરતા રહે છે. હવે વૈજ્ઞાનિકોએ સંશોધનના આધારે એક તારણ પર પહોંચ્યા છે. જેમાં તેમને જણાવા મળ્યું છે કે, સુર્યનો અંત ક્યારે અને કેવી રીત થશે. આ સાથે તેમણે ધરતી પરના જીવન વિશે પણ ઘણા ચોંકાવનારા દાવાઓ કર્યા છે.

 

sun

 

લગભગ 4.60 અબજ વર્ષ પહેલાં સૂર્યની ઉત્પત્તિ થઈ હતી. પૃથ્વી પરનું જીવન સૂર્યને આભારી છે. ધરતીનું હવામાન સૂર્ય દ્વારા સંચાલિત થાય છે, સુર્યના જ કારણે આબોહવા અને સમુદ્રી પ્રવાહો પણ સુનિશ્ચિત થાય છે. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા છોડમાં સૂર્યપ્રકાશની મદદથી થાય છે. આ કારણે પૃથ્વી પર જીવન સુર્યને આભારી છે. જો સૂર્ય ન હોય તો પૃથ્વી પર જીવન શક્ય નથી.

સૂર્યના મહત્વને સમજીને વૈજ્ઞાનિકો લાંબા સમયથી આ તારા વિશે વધુમાં વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો હવે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, સૂર્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તેની ઊર્જાની ઉંમર કેટલી છે? દરેક તારાની ચોક્કસ ઉંમર હોય છે?

કેવી રીતે થયો સૂર્યનો જન્મ

નેશનલ જિયોગ્રાફિકના અહેવાલ મુજબ, લગભગ 4.5 અબજ વર્ષ પહેલા હિલિયમ અને હાઇડ્રોજનના બનેલા મોલેક્યુલર વાદળમાંથી સૂર્યની રચના શરૂ થઈ હતી. વિજ્ઞાનીઓ માને છે કે, સૂર્યની નજીકના સુપરનોવામાંથી એક ખૂબ જ શક્તિશાળી શોકવેવ ઉત્સર્જિત કરવામાં આવ્યો હતો, જે તે મોલેક્યુલર વાદળના સંપર્કમાં આવ્યો હતો અને તેની શક્તિથી ચાર્જ થયો હતો. આ પ્રક્રિયાના કારણે સૂર્યની ઉત્પત્તિ થઈ છે.

આટલા અબજ વર્ષો બાદ થશે સૂર્યનો અંત

સૂર્ય પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિલોમીટર દૂર સ્થિત છે. એક અહેવાલ મુજબ સૂર્ય પાંચ અબજ વર્ષ બાદ મૃત્યુ પામશે. આ સમયે સૂર્યની ઉંમર અડધી થઈ ગઈ છે. વિજ્ઞાનીઓએ આશા વ્યક્ત કરી છે કે, સૂર્ય લાલ તારામાં ફેરવાઈ જશે. તેમના મતે, સૂર્યનો મુખ્ય ભાગ સંકોચાઈ જશે અને આ પ્રક્રિયામાં સૂર્યના બાહ્ય સ્તરો મંગળની ભ્રમણકક્ષા સુધી પહોંચશે, આ સાથે તેના ગ્રહ પૃથ્વીને ઘેરી લેશે.

માન્ચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ વર્ષ 2018માં એક સંશોધનમાં જાણ્યું હતું કે, સૂર્ય 90 ટકા તારાઓની જેમ સંકોચાઈને સફેદ વામન તારો બની જશે. સંશોધકોના મતે, જ્યારે સૂર્ય આવી સ્થિતિમાં હશે, તે સમય સુધીમાં પૃથ્વી પર કોઈ મનુષ્ય બાકી રહેશે નહીં.

Source link