ચ્યવનપ્રાશઃ કેટલી માત્રામાં લેવું? ક્યારે લેવું? કોને ન લેવું જોઈએ?

ઈમ્યુનિટી વધારવા માટે અને માંદગીને દૂર રાખવા માટે ચ્યવનપ્રાશ એક ખૂબ જ અગત્યની આયુર્વેદિક ઔષધિ છે. તમને ખબર જ હશે કે બાળપણથી જ આપણે દાદા-દાદી તેમજ માતા-પિતાને ચ્યવનપ્રાશ લેતા અને લેવાનો આગ્રહ કરતાં જોયા જ હશે. ખાસ કરીને જ્યારે શિયાળો આવે છે ત્યારે ચ્યવનપ્રાશની ડિમાન્ડ ખૂબ જ વધી જતી હોય છે. એક ઘટ્ટ તેમજ મીઠું અને ગળ્યું અને પ્રમાણમાં સહેજ તુરૂં, જામ જેવું લાગતું મિશ્રણ ચ્યવનપ્રાશ તરીકે ઓળખવામાં આવે છે. જેને તમે દિવસમાં એક અથવા બે વાર લઈ શકો છો. આયુર્વેદના વિજ્ઞાનનો ઉપયોગ કરીને તેને બનાવવામાં આવે છે. જેમાં અનેક કુદરતી ઘટકોનો પણ સમાવેશ કરવામાં આવે છે. જે અનેક રીતે શરીરને ફાયદો પહોંચાડનાર હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો પણ ઈમ્યુનિટીને વધારવા માટે મદદ કરે છે તેમજ શરીરને નિરોગી રાખે છે. ચ્યવનપ્રાશ શરીરને પૂરતા પ્રમાણમાં ન્યૂટ્રિશન્સ પણ પૂરતાં પાડે છે જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. હાલ તો ચ્યવનપ્રાશની અઢળક વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે. જેથી ગ્રાહકોને પણ મુશ્કેલી થાય છે કે તેમના માટે યોગ્ય ચ્યવનપ્રાશ કઈ રીતે પસંદ કરવું? અહીં અમે તમને જણાવીશું કે ચ્યવનપ્રાશ લેવાની યોગ્ય રીત કઈ છે અને તમારા શરીરને આધારિત ચ્યવનપ્રાશની યોગ્ય પસંદગી કઈ રીતે કરવી જોઈએ.

Source link