ચેતન ભગત અને શશી થરુરમાંથી કોનું English ફાંકડું? ફોલોઅર્સે લીધી મજા

 

India has two Kinds of English: જાણીતા લેખક ચેતન ભગત (Chetan Bhagat) અને સાંસદ શશી થરુર (Shashi Tharoor)ની ફની ટ્વિટરબાજી તેમના પ્રશંસકોને ખૂબ જ ગમી. ટ્વિટર પર આ બંનેની વાતચીત પર યૂઝર્સે પ્રતિક્રિયાઓ આપી હતી. ખરેખરમાં આની શરુઆત ચેતન ભગતે કરી હતી. તેઓએ એક કાર્યક્રમમાં શશી થરુરની સાથે તસવીર લીધી હતી. આ તસવીરને ચેતન ભગતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીર શેર કરતા ચેતન ભગતે કેપ્શનમાં લખ્યું હતું કે, ભારતમાં બે પ્રકારના ઈંગ્લિશ છે. એક શશી થરુરનું ઈંગ્લીશ (Shashi Tharoor English) છે અને બીજુ ચેતન ભગત (Chetan Bhagat English)નું. જેના પર શશી થરુરે મજાનો રિપ્લાય આપ્યો હતો. બંને હસ્તીઓના આ સંવાદ પર તેઓના ફોલોઅર્સે ખૂબ મજા લીધી હતી.

ચેતન ભગતે શશી થરુરની સાથે ફોટો શેર કરતા ભારતમાં બે પ્રકારના ઈંગ્લીશવાળુ ટ્વિટ શનિવારે કર્યુ હતુ. તેઓએ આ ટ્વિટમાં શશી થરુરને પણ ટેગ કર્યા હતા. રવિવારે સાંસદ શશી થરુરે ચેતન ભગતના ટ્વિટનો જવાબ આપ્યો હતો.

શશી થરુરે ચેતન ભગતને રિટ્વિટ કરતા લખ્યું કે, મારા પ્રિય ચેતન ભગત, સમિટમાં મળીને ખૂબ જ ખુશી મળી. (હવે તમે આને ચેતન ભગતના ઈંગ્લીશમાં કેવી રીતે કહેશો?) શશી થરુરે આ વાક્યને લખતા પોતાના અંદાજથી હટીને ખૂબ જ સરળ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

ચેતન ભગત પણ મૂડમાં હતા. તેઓએ શશી થરુરના આ ટ્વિટનો જવાબ ખૂબ જ મજાકીયા અંદાજમાં આપ્યો હતો. તેઓએ લખ્યું કે, અરે છોડો શશીજી. આટલું અંગ્રેજી તો હું પણ સમજુ છું. શું તમે આ વાક્યમાં થોડો શશી થરુરનો અંદાજ મુકી શકો છો. એ લાંબા લાંબા શબ્દો… મજા આવશે થોડી.

આ બંને દિગ્ગજોની વાતચીત પર તેઓના ફોલોઅર્સે ખૂબ જ મજા લીધી હતી. એક ટ્વિટર યૂઝરે લખ્યું કે, પોતાનો અંદાજ બતાવવા માટે અઠાવલે પણ રાહ જોઈ રહ્યાં છે. તો એક યૂઝરે ચેતન ભગતને સલાહ આપતા લખ્યું કે, તમે કોઈ જેવી તેવી વ્યક્તિ સાથે નહીં પણ શશી થરુર સાથે સંવાદ કરી રહ્યાં છો. ગ્રામરની થોડી તો મર્યાદા રાખો. આજ રીતે અન્ય એક યૂઝરે કોમેન્ટ કરી કે, એકનું અંગ્રેજી ડિક્શનરીવાળુ અને બીજાનું ડિક્શનરી વગરનું.

Source link