ચૂંટણી પછી લાગી શકે છે જોરદાર ઝટકો, 1 એપ્રિલથી બમણી થઈ શકે છે LPGની કિંમત

 

એપ્રિલમાં લાગી શકે છે મોંઘવારીનો ડબલ ઝટકો

એપ્રિલમાં લાગી શકે છે મોંઘવારીનો ડબલ ઝટકો

ઈટીના રિપોર્ટ મુજબ દુનિયાભરમાં ગેસની અછતની અસર ભારત પર પણ પડી રહી છે. ગેસ સંકટના કારણે એપ્રિલમાં તમારે ગેસ સિલિન્ડર, સીએનજી, પીએનજી ગેસ માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. ગ્લોબલ નેચરલ ગેસની અછતના કારણે કિંમતોમાં વધારાની સ્થિતિ બની રહી છે. આ અછતના કારણે રાંધણ ગેસના ભાવની સાથે-સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ તેજી આવી શકે છે.

એપ્રિલમાં થશે નવી કિંમતો લાગુ

એપ્રિલમાં થશે નવી કિંમતો લાગુ

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં ગેસ સંકટની અસર ભારતમાં એપ્રિલમાં જોવા મળી શકે છે. આવુ એટલા માટે કારણકે એપ્રિલમાં સરકાર નેચરલ ગેસના ઘરેલુ ભાવમાં સુધારા કરે છે માટે એનાલિસ્ટનુ માનવુ છે કે ઘરેલુ ગેસની ભાવ વધશે. તમને જણાવી દઈએ કે ઘરેલુ નેચરલ ગેસના ભાવ દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબરમાં નક્કી થાય છે અને તે આંતરરાષ્ટ્રીય કિંમતો અનુસાર નિર્ધારિત કરવામાં આવે છે. જાન્યુઆરીથી ડિસેમ્બર, 2021 સુધી આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે એપ્રિલની કિંમતો નક્કી કરવામાં આવશે.

મોંઘવારીનો વધશે બોજ

મોંઘવારીનો વધશે બોજ

વૈશ્વિક સ્તરે ગેસની અછતની અસર માત્ર એસપીજી ગેસ સિલિન્ડર, સીએનજી, પીએનજીની કિંમતો પર પડશે એટલુ જ નહિ પરંતુ વિજળીના ભાવમાં પણ વધારો થઈ શકે છે. આની અસર સરકારના ફર્ટિલાઈઝર સબસિડી બિલ પર પણ પડવાની આશા છે. એટલે કે તમને એપ્રિલમાં મોંઘવારીનો જોરદાર ઝટકો લાગી શકે છે. વાસ્તવમાં, એપ્રિલમાં સરકાર કુદરતી ગેસના ભાવમાં ફેરફાર કરશે જેના કારણે આ વાતની અટકળો લગાવવામાં આવી રહી છે કે કિંમતોમાં વધારો થઈ શકે છે. દુનિયાભરમાં ગેસની માંગમાં તેજીના કારણે આની કિંમત પર પણ દબાણ વધી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે સરકાર દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબરમાં નેચરલ ગેસની કિંમતો નક્કી કરે છે.

7 ડૉલર સુધી પહોંચી શકે છે કિંમત

7 ડૉલર સુધી પહોંચી શકે છે કિંમત

બજારના જાણકારોની માનીએ તો એપ્રિલમાં સરકાર કુદરતી ગેસની ઘરેલુ કિંમતોમાં ફેરફાર કરશે તો આની કિંમત 2.9 ડૉલર પ્રતિ એમએમબીટીયુથી વધીને 6થી 7 ડૉલર પ્રતિ એમએમબીટીયુ સુધી પહોંચી શકે છે. વળી, ઉંડા સમુદ્રમાંથી નીકળતા ગેસની કિંમત 6.13 ડૉલર પ્રતિ એમએમબીટીયુથી વધીને 10 ડૉલર એમએમબીટીયુ સુધી પહોંચી શકે છે. આ કિંમતોમાં વધારાની અસર ઘરેલુ બજાર પર પડશે. સીએનજીની કિંમતમાં લગભગ 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારે થઈ શકે છે.

Source link