ચીનમાં લાશોના ઢગ ખડકાવનાર Omicron BF.7 Variantની ભારતમાં એન્ટ્રી, લક્ષણો+બચાવની રીત

Omicron BF.7 cases in India: ચીનમાં ઓમિક્રોનના આતંક બાદ ભારતમાં પણ ચિંતાની લહેર જોવા મળી રહી છે, કારણ કે ચીનમાં લાશોના ઢગલા ખડકાવનાર ઓમિક્રોન વેરિએન્ટ બીએફ.7 (Omicron BF.7 cases)ના ચાર કેસ ભારતમાં પણ જોવા મળી રહ્યા છે. આ વેરિએન્ટ કોવિડ-19 વેક્સિનના તમામ ડોઝ લગાવ્યા બાદ પણ લોકોને સંક્રમિત કરી રહ્યો છે.

TOI રિપોર્ટ અનુસાર, બીએફ-7 વેરિએન્ટ ઓમિક્રોનના બીએ.5 વેરિએન્ટનો સબ-વેરિએન્ટ (Omicron BA.5 variant) છે. જે અન્ય વેરિએન્ટ્સની સરખામણીએ ઝડપથી ફેલાય છે અને ભયંકર સંક્રમક છે. વેક્સિન લગાવ્યા બાદ પણ આ ઇન્ફેક્શન તમને વારંવાર થઇ શકે છે. ઓમિક્રોન બીએફ-7થી સંક્રમિત થયા બાદ તેના લક્ષણો પણ ઝડપથી દેખાવા લાગે છે.

Omicron BF.7 લક્ષણો અગાઉના વેરિએન્ટ્સના લક્ષણોની માફક જ છે. જો કે, Zoe Health સ્ટડી અનુસાર, આ ક્રમ ઉપર-નીચે થઇ ગયો છે. સર્વેમાં મુખ્ય લક્ષણોમાં ગળું ખરાબ થવું, શરદી, બંધ નાક, છીંક આવવી, સૂકી ખાંસી, માથાનો દુઃખાવો, ગળફાવાળી ખાંસી, કર્કશ અવાજ, માસપેશીઓમાં દર્દ અને સુંઘવાની ક્ષમતા બદલવી વગેરે સામેલ છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

ચીનમાં કોરોનાનું તાંડવ, લોકોએ લાશોના ઢગની તસવીરો કરી શૅર; મૃત્યુઆંક 323,000એ પહોંચવાની આશંકા, 7 ઘાતક લક્ષણો

​એક વ્યક્તિથી 18 લોકો સંક્રમિત થઇ શકે છે

-18-

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓમિક્રોન બીએફ.7ની આર વેલ્યુ (R-Value) 10થી 18.6 સુધીની છે. તેનો અર્થ એ છે કે, ઓમિક્રોનના આ વેરિએન્ટ્સથી સંક્રમિત દર્દી 10થી 18-19 સ્વસ્થ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે, આ દર્શાવે છે કે, ઓમિક્રોન બીએફ.7 કેટલો જોખમી છે.

ચીનમાં અંતિમ ક્રિયા માટે 20 દિવસ લાંબી લાઇન

​જાપાનમાં દરરોજ 2 લાખ કેસ

-2-

ઓમિક્રોનનો માત્ર ચીનમાં જ નહીં પણ જાપાનમાં પણ પ્રકોપ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના આંકડાઓ અનુસાર, જાપાનમાં પ્રતિ દિન 2 લાખની આસપાસ નવા કેસ જોવા મળી રહ્યા છે. લેટેસ્ટ આંકડાઓ અનુસાર, જાપાનમાં 20 ડિસેમ્બર બાદ કોરોના વાયરસના 1,87,070 નવા કેસ જોવા મળ્યા છે.

​Omicron BF.7થી બચાવની રીત

Omicron-BF-7-

કોરોના વાયરસનો નવો વેરિએન્ટ વેક્સિન લગાવી ચૂકેલા લોકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. તેમ છતાં કોરોનાથી બચવા માટે વેક્સિનેશન પણ જરૂરી છે. જો તમે બૂસ્ટર ડોઝ (Covid-19 Booster Dose) નથી લીધો, તો તરત જ લગાવી લો. આ સાથે જ વારંવાર હાથ સાબુથી ધૂઓ, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, બીમાર વ્યક્તિથી યોગ્ય અંતર જાળવો.

​​ઓમિક્રોનથી બચવા માટે ખોરાક

NCBI પર પ્રકાશિત એક અધ્યયનમાં હેલ્થ એક્સપર્ટ્સે કોવિડ-19 અથવા ઓમિક્રોનના પ્રકોપથી બચવા માટે કેટલાંક ખોરાની સલાહ આપી છે. આ ફૂડ ઇમ્યૂનિટીમાં વધારો કરીને કોરોના વાયરસ (Foods to increase immunity during Omicron)થી રક્ષણ આપે છે. આ માટે જામફળ, કેળા, અનાનસ, પપૈયું, સંતરા, આદુ, લસણ, લીલા શીમલા મિર્ચ, બ્રોકલી, કઠોળ, બદામ, નારિયેળ, પિસ્તા, યોગ્ય રીતે પકાવેલી માછલી અથવા ઇંડા ખાઇ શકાય છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

90 દિવસમાં કોરાનાની ચોથી લહેર? વૈશ્વિક મૃત્યુઆંક ફરીથી લાખોમાં પહોંચવાની તાકીદ; 10 નવા લક્ષણો

Source link