ચીનમાં પ્લેન ક્રેશ બાદ વિમાનનો કાટમાળ મળ્યો, બધા 132 લોકોના મોત | Chinese plane wreckage found after crash no survivor reported.

બેઈજિંગઃ ચીનમાં સોમવારે એક મોટી વિમાન દૂર્ઘટના સામે આવી. વિમાનમાં 132 યાત્રીઓ સવાર હતા. તે ચીનના ગુઆંગ્શી પ્રાંતમાં ક્રેશ થઈ ગયુ. ચીની મીડિયા સીસીટીવી અનુસાર આ દૂર્ઘટનામાં બધા મુસાફરોના મોત થઈ ગયા અને વિમાનમાં સવાર કોઈ પણ જીવતુ બચ્યુ નથી. વિમાનનો કાટમાળ ઘટના સ્થળે મળી ગય છે પરંતુ વિમાનમાં સવાર કોઈ પણ મુસાફર જીવતો મળ્યો નથી. આ દૂર્ઘટનાના લગભગ 18 કલાક પછી વિમાનનો કાટમાળ મળી આવ્યો છે માટે સંભવ છે કે વિમાનમાં સવાર બધા 123 યાત્રી અને 9 ક્રૂ મેમ્બર્સના મોત થઈ ગયા છે.

 

china plane crash

 

ચીનના વિદેશ મંત્રી વેંગ યીએ કહ્યુ કે અમે સર્ચ અને રાહત ઑપરેશનમાં દરેક કોશિશ કરી રહ્યા છે. અમે જલ્દી એ તપાસ કરવાની કોશિશ કરીશુ કે છેવટે આ દૂર્ઘટના કેવી રીતે બની જેનાથી વિમાન સેવા વધુ સુરક્ષિત બનાવી શકાય. તમને જણાવી દઈએ કે સોમવારે બપોરે આ વિમાન દૂર્ઘટનાનો શિકાર બની ગયુ. વિમાન બપોરે 1.11 વાગે કન્મિંગથી ગ્વાગઝૂ માટે રવાના થયુ હતુ, વિમાનને 3.04 વાગે લેન્ડ કરવાનુ હતુ પરંતુ લગભગ 2.20 વાગે તે ક્રેશ થઈ ગયુ. જો કે ક્રેશ થવાનુ કારણ હજુ સુધી જાણવા મળી શક્યુ નથી.

આ દૂર્ઘટના પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આની તપાસના આદેશ આપ્યા હતા. તેમણે દૂર્ઘટનાની તત્કાલ તપાસના આદેશ આપ્યા, સાથે જ વિમાનના સર્ચ અને રાહત ઑપરેશનના કામને શરુ કરવાના નિર્દેશ આપ્યા હતા. વળી, ચીનમાં થયેલ આ વિમાન દૂર્ઘટના પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ હતુ. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે ચીનના ગુઆંગ્શીમાં 132 લોકોનુ વિમાન MU5735 દૂર્ઘટનાગ્રસ્ત થવા અંગે માહિતી સાંભળીને ઉંડો શોક અને દુઃખ થયુ. ક્રેશ પીડિતો અને તેમના પરિવાર સાથે અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ છે.

Source link