ચહેરાના જીદ્દી ડાર્ક સ્પોટ્સને હટાવીને સ્કિનને એકદમ હેલ્ધી બનાવશે આ ટિપ્સ, 7 દિવસમાં દેખાશે અસર

International Men’s Day 2022: મહિલાઓ જ નહીં પુરૂષો પણ બેદાગ અને ક્લિયર ત્વચા ઇચ્છે છે, આ માટે તેઓ પણ પાર્લરના ચક્કર લગાવતા હોય છે. વાત જ્યારે સ્કિન કૅર રૂટિનની આવે તો મોટાંભાગે પુરૂષો તેને નજરઅંદાજ કરી દે છે. નિયમિત ત્વચાની દેખભાળ કરવાનું તેઓને મુશ્કેલ કામ લાગે છે. આ જ કારણે મહિલાઓની સરખામણીમાં તેમના ચહેરા પર ડાર્ક સ્પોટ્સ વધારે જોવા મળે છે.

રૂટિન કૅર ઉપરાંત બીજાં કારણો પણ છે જેના કારણે તેઓને વધારે ડાર્ક સ્પોટ્સ જોવા મળે છે. જેમ કે, પ્રદૂષણ, ખાનપાન, સિગારેટ ઉપરાંત સૂર્યની હાનિકારક કિરણો પણ જવાબદાર છે. હકીકતમાં ત્વચા જ્યારે સન એક્સપોઝરના સંપર્કમાં વધારે સમય રહે છે તો હાઇપરપિગ્મેન્ટેશન (hyperpigmentation)ની સમસ્યા વધી જાય છે. જે ચહેરા ડાઘની માફક દેખાય છે.

સામાન્ય રીતે મહિલાઓ પોતાની સ્કિનને લઇને વધારે પરેશાન રહે છે. પરંતુ પુરૂષો (men’s skin care)એ પણ પોતાની ત્વચાની દેખભાળ કરવી જોઇએ. ખાસ રીને જો તમારાં ચહેરા પર પહેલેથી ડાઘ-ધબ્બા છે તો તેને દૂર કરવા માટે અનેક નેચરલ ઉપાય છે, જેને તમે ઘરે બેઠાં જ ટ્રાય કરી શકો છો. પણ આ ટિપ્સ અજમાવતા પહેલાં કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે.

(તસવીરોઃ ફ્રિપિક.કોમ)

​સનસ્ક્રિન લગાવવું જરૂરી

તાપથી શરીરમાં મેલનિનના ઉત્પાદનને પણ પ્રભાવિત કરે છે. આ ગરબડને કારણે ત્વચા પર કાળા ધબ્બા લાગતા રહે છે. એવામાં જરૂરી છે કે, નિયમિત સનસ્ક્રિન અપ્લાય કરો. બહાર નિકળવા ઉપરાંત ઘરમાં હોવ તે દરમિયાન પણ સનસ્ક્રિનનો ઉપયોગ કરો. શક્ય હોય ત્યાં સુધી તાપમાં વધારે સમય ના રહો, આનાથી સ્કિન પ્રોબ્લેમ્સમાં વધારો થઇ શકે છે.

​એલોવેરાના પાનનો ઉપયોગ

એલોવેરાના પાન અને જેલ સ્કિન પ્રોબ્લેમને દૂર કરવામાં અસરકારક ગણાય છે, તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. ફેસ પેક અથવા સ્ક્રબ બંને માટે તેનો ઉપયોગ કરી શકો છો. સ્ક્રબ માટે તમે કૉફી પાઉડરને મિક્સ કરીને તેની પેસ્ટ લગાવી શકો છો. આ સિવાય લેમન પીલ પાઉડર અને મધની સાથે તેને મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરી શકો છો. આ બંને રીતે એલોવેરાના ઉપયોગથી ફરક જોવા મળશે.

​પરફ્યૂમ અને ગ્રૂમિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ

ઉનાળામાં પુરૂષો પરફ્યૂમનો ઉપયોગ વધારે પડતો જ કરે છે. પરસેવાની વાસ ઉપરાંત તે ફ્રેશ રાખવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત પુરૂષો ગ્રૂમિંગ પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. આ કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ ડાર્ક સ્પોટ્સ અથવા પિગ્મેન્ટેશનનું પણ કામ કરે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તમે આ ચીજોનો ઉપયોગ સ્કિન પર ડાયરેક્ટ કરવાથી બચો. કોશિશ કરો કે ઓછામાં ઓછા કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનો તમે ઉપયોગ કરો.

દહીંનો ઉપયોગ

દહીં ત્વચામાં રહેલા ડાર્ક સ્પોટ્સને લાઇટ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ તમે ફેશિયલ કરવા માટે પણ કરી શકો છો. આ ઉપરાંત દહીંને મધ સાથે મિક્સ કરી ફેસ પેક તૈયાર કરી લો અને ચહેરા પર લગાવો. પેસ્ટ સૂકાઇ જાય ત્યારબાદ હળવા ગરમ પાણીથી ચહેરો ધૂઓ. તમને પહેલીવારના ઉપયોગથી જ ફરક જોવા મળશે.

​એક્સપર્ટ્સની મદદ લો

ચહેરા પર વધારે ડાર્ક સ્પોટ્સ હોય અને ઘરેલૂ નુસખાથી દેખીતું પરિણામ ના મળે તો તમે કોઇ સ્કિન સ્પેશિયાલિસ્ટનો પણ સંપર્ક કરી શકો છો. આજકાલ માર્કેટમાં ઘણી એવી ક્રિમ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ ડાર્ક સ્પોટ્સને દૂર કરવા માટે કરવામાં આવે છે. જો કે, આ ક્રિમ્સના ઉપયોગ પહેલાં એક્સપર્ટની સલાહ ચોક્કસથી લો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ કોઇ પણ દવા અથવા ઇલાજનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા તમારાં ડોકટરનો સંપર્ક કરો.

Source link